તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવીમાં અધિકારી-પદાધિકારીઅો જ સોશિયલ ડિસ્ટેન્સિંગ ભૂલ્યા !

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

મામલતદાર અને TDO સહિતના સભ્યો

માંડવી પાલિકા પ્રમુખ અને સદસ્યો

માંડવી | દેશના વડાપ્રધાન કોરોના વાયરસને અટકાવવા માટે લોકોને સોશિયલ ડિસ્ટન્સીંગ રાખવા લગાતાર અપીલ કરી રહ્યાં છે. પરંતુ અા બાબતે જવાબદારોમાં પણ હજુ જાગૃતિનો અભાવ છે. માંડવીમાં અેક જાગૃતિના કાર્યક્રમાં નગરપતિ અને નગરસેવકો તથા ભાજપના પદાધિકારીઅો અેકબીજાના ખભા મળે તે રીતે ફોટો પડાવવા માટે ઊભા રહી ગયાં હતાં ! જેથી સોશિયલ ડિસ્ટન્સીંગનો છેદ ઉડી ગયો હતો. તો બીજી તસવીરમાં મામલતદાર અને તાલુકા વિકાસ અધિકારીની છે. જેમાં ચેમ્બરની રાશનકીટ વિતરણ સભારોહમાં પણ સોશિયલ ડિસ્ટન્સીંગ ગાયબ છેે. જવાબદાર અધિકારીઅો અને ચૂંટાયેલા હોદેદારો જ કોરોનાને હરાવવાના માટેના નિયમો પાળી રહ્યાં નથી.
અન્ય સમાચારો પણ છે...