તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હવે ગ્રામપંચાયતમાં ઉપસરપંચ સામે ત્રીજા સંતાન બદલ તવાઇના એંધાણ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સ્થાનીક સ્વરાજની સંસ્થાઓમાં ત્રીજુ સંતાન જે તે સભ્યનું થાય તો તેને સભ્યપદ ગુમાવવાનો સમય આવે છે. ગાંધીધામ તાલુકા પંચાયતમાં કારોબારી સમીતિના ચેરમેન રહી ચુકેલા સભ્ય સામે આ બાબતે ફરિયાદ ઉઠયા પછી તેને સભ્યપદ ગુમાવવું પડયું હતું તેવી સ્થિતિ આગામી દિવસોમાં ગાંધીધામ તાલુકાની એક ગ્રામપંચાયતમાં પણ થાય તેવી શક્યતાઓ ઉભી થઇ છે. જીલ્લા પંચાયતમાંથી આવેલી ફરિયાદ પછી તાલુકા પંચાયત દ્વારા અંતરજાળ ગ્રામપંચાયતના ઉપસરપંચ સામે આવી આવેલી ફરિયાદની તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવતા ગ્રામપંચાયત જ નહી પરંતુ તાલુકા પંચાયતના રાજકારણમાં ગરમી આવી છે.

અગાઉ નિયમનું અમલીકરણ કરવામાં આવ્યું હતું જેમાં ત્રીજુ સંતાન થાય તો જે તે સ્થાનીક સ્વરાજના સંસ્થાના સભ્યને સભ્યપદમાંથી મુકત કરવામાં આવે. કચ્છ જીલ્લામાં આવા બનાવો નોંધાઇ ચુક્યા છે. ભુજમાં આ બાબતે એક ફરિયાદ પણ થઇ હતી. જ્યારે બીજી તરફ ગાંધીધામ તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેન રહી ચુકેલા રમેશભાઇ મ્યાત્રા સામે આવી જ ફરિયાદ ઉઠયા પછી તેમને સભ્યપદ ગુમાવવું પડયું હતું. તેની જગ્યાએ પેટા ચૂંટણી કરવામાં આવી હતી જેમાં ભાજપને ફટકો પડયો હતો અને કોંગ્રેસના ઉમેદવાર ચુંટાઇ આવ્યા હતા. દરમ્યાન અંતરજાળ ગ્રામપંચાયતના ઉપસરપંચ મુકેશભાઇ સામે પણ આવી જ ફરિયાદ કરવામાં આવી હતી. જીલ્લા પંચાયતમાં થયેલી અરજી પછી તેની તપાસ માટે તાલુકા પંચાયતમાં સુચના મોકલવામાં આવી હતી. તાલુકા વિકાસ અધિકારી રમેશભાઇ વ્યાસએ ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે જીલ્લા પંચાયતમાંથી આવી સુચના આવી છે અને અંતરજાળ ગ્રામપંચાયતના ઉપસરપંચ સામેની ત્રીજા સંતાનની ફરિયાદ સંદર્ભે તપાસ સોંપવામાં આવી છે.

તપાસ ક્યારે પુર્ણ થશે ?
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ અંતરજાળ ગ્રામપંચાયતની આ આવેલી ફરિયાદ પછી તપાસ સબંધીત કર્મચારીઓને સોંપવામાં આવી છે. હાલ ચૂંટણીની મૌસમ શરૂ હોવાના લીધે આ તપાસમાં વિલંબ થઇ શકે તેમ છે જેના લીધે સંભવત લોકસભાની ચૂંટણીની પરિણામ આવ્યા પછી આ તપાસનું પણ પરિણામ બહાર આવી શકે તેમ છે. તાલુકા પંચાયત દ્વારા તપાસ કરીને તેનો અહેવાલ જીલ્લા પંચાયતને મોકલી આપવામાં આવ્યા પછી સઘળી કામગીરી બહાર આવશે તેમ મનાય છે.

અન્ય સમાચારો પણ છે...