- Gujarati News
- National
- Mandvi News Not In The Daytime But The Kites Of Kutch In Goa Will Chew At Night 065524
Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
દિવસે નહીં પણ ગોવામાં કચ્છના પતંગબાજો રાત્રે ચગાવશે !
અામ તો કચ્છના ધોરડો, માંડવી બીચ તથા રાજ્યના સાબરમતી રીવરફ્રન્ટ સહિતના સ્થળોઅે અાંતરરાષ્ટ્રીય પતંગમહોત્સવ ઉજવાય છે. પરંતુ ગોવા ખાતે તો ઇન્ટરનેશનલ નાઇટ કાઇટ ફેસ્ટિવલનું અાયોજન થાય છે ! અાગામી 16મી જાન્યુઅારીઅે અા રાત્રી પતંગોત્સવ યોજાનાર છે. જેમાં સાૈપ્રથમવાર કચ્છના પતંગબાજની પસંદગી થઇ છે.
રાત્રિના અંધકારમાં અાકાશમાં અેલઇડી લાઇટથી અમબ્રેલા, ડેલ્ટા, હાર્ટ, અેરફોલ્ડ સહિતના રંગબેરંગી રોશનીથી ઝગમગતી પતંગો ગોવાના અાકાશમાં જોવા મળશે. કચ્છના બે પતંગબાજો ગોવાની સાથે બેલગામ અને હુબલીમાં પણ ભાગ લેશે. વર્ષ 2008માં દિવ્યભાસ્કર દ્વારા માંડવી ખાતે કાઇટ ફેસ્ટીવલનું અાોજન કરવામાં અાવ્યું હતું. તે સમયે મુળ માંડવીના અને હાલે ભુજમાં રહેતા જયેશ અેન.સીસોદિયા(ગુજરાત મેરીટાઇમ બોર્ડ) અને વિરાટ જે. સોલંકીઅે ભાગ લીધો હતો. ત્યારબાદ તેઅોનું અવનવા પતંગ બનાવવાનું ઝનુન બેવડાયું હતું. ત્યારબાદ તેઅો અાંતરરાષ્ટ્રીય પતંગોત્સવ સુધી સ્પર્ધામાં સ્થાન પામતા થઇ ગયાં હતાં. અા બન્ને પતંગબાજોને ગોવા ટુરીઝમ દ્વારા અામંત્રણ મળતા તેઅો અાગામી 16મી જાન્યુઅારીઅે લાઇટીંગ પતંગો ગોવામાં ઉડાવશે ! અા મહોત્સવ માટે તેઅોઅે ચારેક જેટલા પતંગો બનાવ્યા છે.
LEDથી પતંગમાં રોશની કરાય છે : ગોવાની સાથે બેલગામ અને હુબલીમાં પણ લાઇટીંગ પતંગ અાકાશમાં ઉડાવાશે
ભારતની 25 ટીમ ઉતરશે
અા અાંતરરાષ્ટ્રીય રાત્રી પતંગોત્સવમાં ભારતની 25 ટીમ છે. જેમાં અમદાવાદ, વડોદરા તથા કચ્છ સહિતની ટીમ ભાગ લેશે. તો બીજીબાજુ વિદેશની પણ 25 ટીમો ભાગ લઇ રહી છે. તા.16ના ગોવા ત્યારબાદ બેલગામ અને તા.21/1ના હુબલી ખાતે કચ્છના પતંગબાજો ભાગ લેશે.
બેટરીથી LEDને કરાયછે પ્રકાશિત
નાઇટ કાઇટ બનાવવા માટેની અલગથી ટેકનિક છે. અા પતંગમાં દોઢ, નવ અને ત્રણ વોટની બેટરીનો ઉપયોગ કરાય છે. અા બેટરીના માધ્યમથી અેલઇડી લાઇટ પતંગમાં ફીટ કરવામાં અાવે છે. તમામ પતંગ હાથે બનાવામાં અાવે છે.