તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

‘કોવીડ 19’ ધરાવતા દેશોમાં જઈ આવેલા ક્રુ સભ્યને નો એન્ટ્રી

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

દેશમાં સર્વાધિક કાર્ગો હેંડલીંગ કરવાનો વિક્રમજે 9થી વધુ વાર વિક્રમ કરી ચુક્યા છે અને ખાનગી સ્તરે તે આંકડાઓથી પણ ક્યાંય આગળ હેંડલીંગ થઈ રહ્યું છે તે ડીપીટી, કંડલા અને મુંદ્રા પોર્ટ બંન્ને કચ્છમાં આવેલા છે ત્યારે કોરોનાના કારણે વૈશ્વીક સ્તરે પડી રહેલી અસરો તેના દૈનિક કામકાજમાં પણ પડી રહી છે. ગત સપ્તાહે ડીપીટી પોર્ટે ગાર્બેજનું વહન કરતા સીવેજ વેસલની પોર્ટ પર લેન્ડીંગની મનાહિ ફરમાવી હતી. તો અન્ય સૌથી વધુ સંક્રમીત દેશોના વેસલ પર પણ અંકુશ લાદવાની જાહેરાત કરી હતી. જે પ્રતિબંધોને હવે વધુ શખ્ત કરતી જાહેરાત શીપીંગ મંત્રાલયે કરતા એવા ક્રુઝ શીપ કે વેસલ કે તેના ક્રુ, પ્રવાસીઓને પણ પ્રવેશ ન આપવાનું જણાવાયું છે કે જે કોરોના ગ્રુપના ‘કોવિડ 19’ વાઈરસ ધરાવતા દેશોમાં ફેરો મારીને આવ્યા હોય. ભારત પાસે કુલ ડિપીટી, કંડલા સહિત કુલ 12 મેજર પોર્ટ કે જે કેંદ્ર સરકાર અંતર્ગત છે અને 200 જેટલા નોન મેજર પોર્ટ કે જે રાજ્યો હસ્તક છે. શીપીંગ મંત્રાલય દ્વારા સ્ક્રીનીંગ, ડિટેક્શન અને ક્વોરોન્ટાઈન સીસ્ટમ પણ લગાવીને સીફેર્સ કે ક્રુઝ પ્રવાસીઓની તપાસ કરવા જણાવાયુ છે. આ સાથે એન 95 માસ્ક, પ્રવાસીઓ અને ક્રુ સભ્યો પાસેથી સેલ્ફ ડિક્લેરેશન લઈને તેમના સ્ક્રીનીંગ અને ડિટેક્શન માટે થર્મલ સ્કેનર લગાવવા પણ સુચીત કરાયાનું સુત્રોએ જણાવ્યું હતું.

ડીપીટીના પોર્ટ પ્રવક્તા ઓમપ્રકાશ દાદલાણીનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે શીપીંગ મંત્રાલય દ્વારા એસઓપી બનાવાઈ છે, જે અનુસાર આ વાઈરસથી સર્વાધિક સંક્રમિત દેશો ચીન, મલેશીયા, ઈટલી, થાઈલેન્ડથી આવતા ક્રુઝ વેસલ્સના પ્રવાસીઓના વીઝા કેન્સલ કરાઈ રહ્યા છે. તો પોર્ટ પર ગાર્બેજ અને સીવેજના વેસલોની લેન્ડીંગ એક મહિના માટે બંધ કરી દેવાઈ છે. પોર્ટ પર હાલ તુરંત માસ્ક પહેરવા અંગે કોઇ વિશેષ નિયમાવલી નથી પરંતુ એઓપીનું આમા અનુકરણ કરાઈ રહ્યાનું તેમણે ઉમેરીને આવતા ક્રુ સભ્યોનું સ્ક્રીનીંગ પબ્લીક હેલ્થ ઓફિસર દ્વારા કરાઈ રહ્યાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, કોરોના વાયરલને પગલે તકેદારીના ભાગરૂપે પોર્ટ પર જુદા જુદા પગલા ભરવામાં આવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

  વધુ વાંચો