તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નવરાત્રી - હાજીપીરના મેળા પ્રસંગે જેસલ તોરલ સમાધિએ ભીડ ઉમટી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ઐતિહાસિક અંજારની જેસલ-તોરલ સમાધિ જગ પ્રસિદ્ધ છે. અહીં કોઈપણ જ્ઞાતિના લોકો નાત-જાતના ભેદભાવ વગર દર્શનાર્થે આવે છે. તેવી જ રીતે ગુજરાત તેમજ દેશના અન્ય રાજ્યો માંથી હાજીપીર બાબાના મેળામાં આવેલા લોકો અંજારની જેસલ તોરલ સમાધિની મુલાકાત ચોક્કસથી લે છે તો બીજી તરફ ચૈત્રી નવરાત્રીના પ્રસંગે પણ દૂર દૂરથી લોકો માતાના મઢે દેશ દેવી માં આશાપુરના દર્શને પણ આવતા હોય છે. જે તમામ લોકો અંજારની જેસલ તોરલ સમાધીએ પણ ચોક્કસ આવે છે.

અંજારની જેસલ-તોરલ સમાધિ ઉપરાંત શૂળી-ચપ્પુ તેમજ બાંધણી પણ જગ પ્રસિદ્ધ છે. અહીં દર્શનાર્થે આવેલા લોકો શૂળી-ચપ્પુ, તલવાર, બાંધણી અને પેઠાની ખરીદી ચોક્કસથી કરે છે. જેના કારણે અંજારની જેસલ તોરલ સમાધિ સ્થળ પાસે જાણે મેળો લાગ્યો હોય તેટલી સંખ્યમાં લોકો જોવા મળે છે અને અલગ અલગ વેપારીઓ દ્વારા પણ અહીં હંગામી સ્ટોલ લગાવી ધંધો કરતા જોવા મળી રહ્યા છે. તો બીજી તરફ આટલી મોટી સંખ્યામાં લોકો અહીં એકત્રિત થતા હોઇ અંજાર પોલીસ પર ચૂંટણીની જવાબદારી હોવા છતાં પણ અહીં લો એન્ડ ઓર્ડર સચવાઈ રહે તે માટે પૂરતી વ્યવસ્થા રાખવામાં આવી છે. તેમજ આ સ્થળે ટ્રાફિકને રોકવા બેરીકેટ તેમજ પોલીસ સ્ટાફને સ્થળ પર સતત હાજર રાખવામાં આવેલ છે.

અન્ય સમાચારો પણ છે...