• Home
  • Kutchh
  • Nakatrana
  • Nakhatrana News narkatana bus station lacks necessary facilities due to lack of facilities 065516

નખત્રાણાના બસ સ્ટેશનમાં જરૂરી સુવિધાના અભાવે હાલાકી

Nakhatrana News - narkatana bus station lacks necessary facilities due to lack of facilities 065516

DivyaBhaskar News Network

Jun 12, 2019, 06:55 AM IST
કચ્છમાં સાૈથી વધુ અાવક રળી અાપતા નખત્રાણામાં બસ સ્ટેશનમાં પાણી અને શાૈચાલય સહિતની સુવિધાનો અભાવ હોતાં પ્રવાસીઅોને હાલાકી ભોગવવી પડે છે. બસ સ્ટેશનને ફરતે દીવાલ ન બનાવાતાં જાણે ઢોરવાડો બની ગયું હોય તેવું જણાય છે.

નવા બસ સ્ટેશનના નિર્માણ માટે 85 લાખની ગ્રાન્ટ ફાળવાઇ હોવા છતાં સુવિધાના નામે શૂન્ય છે. પુરૂષો અને મહિલાઅો માટે બનાવાયેલા શાૈચાલયોની નિયમિત સફાઇ ન થતી હોવાથી દુર્ગંધ ફેલાય છે. દાતા દ્વારા બે-બે અારઅો પ્લાન્ટ અાપવામાં અાવ્યા છે તેમ છતાં પીવાના પાણીની સગવડ નથી. બસ સ્ટેશનની ફરતે દીવાલ બનાવાઇ ન હોવાથી ઢોરોનો જમાવડો જોવા મળે છે. અાવકની દ્રષ્ટિઅે નખત્રાણા ડેપો કચ્છમાં મોખરે છે ત્યારે પ્રવાસીઅોને પૂરતી સુવિધા અાપવામાં અાવે તો હજુ પણ અાવક વધે તેમ છે. સૂત્રોઅે કરેલા અાક્ષેપો સાચા માનીઅે તો બસ સ્ટેશન જેવા જાહેર સ્થળે જુગારનું પડ પણ મંડાય છે. અગાઉ પોલીસ દ્વારા બે-ત્રણ વાર કાર્યવાહી પણ કરવામાં અાવી હતી તેમ છતાં અા ગેરકાયદે પ્રવૃત્તિ ચાલુ હોતાં કાયદાનો ખોફ ન હોય તેવું ચિત્ર ઉપસ્યું છે.જવાબદારો દ્વારા તાકીદે યોગ્ય પગલાં ભરાય અને પૂરતી સુવિધા અપાય તેવી માગ મુસાફર વર્ગમાં ઉઠી છે.

X
Nakhatrana News - narkatana bus station lacks necessary facilities due to lack of facilities 065516
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી