તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નંદાસર પાસે નર્મદા કેનાલના બેસી ગયેલા પૂલની મરંમતમાં લીપાપોતી

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના નંદાસર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર કરોડોના ખર્ચે બનેલો અને ધોળાવીરા તથા ભારત-પાકિસ્તાનની સંવેદનશીલ બોર્ડર માટે અતિ મહત્વનો ગણાતો પુલ અચાનક બને બાજુ 25 સેન્ટિમીટર નીચો બેસી જતા સ્થાનિક અધિકારીઓ અને પુલ બનાવનાર કોન્ટ્રકટરોમાં દોડાદોડી મચી પડી હતી. ચૂંટણી માથે હોવાથી અા મુદ્દો રાજકીય ન બને તેની મથામણ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું હતું.

જો ઘટના પ્રકાશમાં આવશે તો અનેક અધિકારીઓ અને કામ રાખનારાઓ ઘરભેગા થાય તેવી પરિસ્થિતિ પેદા થઈ હોવાથી કોન્ટ્રાકટર અને અધિકારીઓએ તાત્કાલિક પોતાની રીતે નિર્ણય લઈને પુલ નું મરંમંત કામ હંગામી ધોરણે ચાલુ કરી નાખ્યું છે. આ પુલ બન્યો ત્યારથી સમયાંતરે પોપડા ખરવા કે ગાબડા પડવા જેવી ઘટનાઓ બની હતી. હાલે રીપેરીંગ કામ હંગામી રીતે ચાલુ છે અને અત્યારે ફરી એક વખત લિપાપોતી કરી ને મૂકી દેવાશે.

જાણકારોનું માનીઅે તો જે રિપેરિંગ થઈ રહ્યું છે તે પંદર દિવસ માંડ ટકશે.અધિકારીઓ અને કોન્ટ્રાકટર જાણે પુલ ધરાસાયી થઈ જાય પછી જ નવો કરશુ તેની રાહ જોઈ ને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે. ઓવર લોડ ગાડીઓનો માર પુલ સહન કરી શકે તેવી પરિસ્થિતિમાં નથી માટે નવો પુલ જ વિકલ્પ બની શકે છે તેવો મત ગાંધીનગરથી આવેલ કેટલાંક અધિકારીઓઅે અાપ્યો હોવાનું જાણવા મળ્યું હતું.

પૂલ નવો બનાવવાના બદલે થીગડા મારી દેવાતાં અનેક સવાલો
અન્ય સમાચારો પણ છે...