તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

શિષ્યવૃતિની પરીક્ષામાં નખત્રાણાને સ્થાન મળ્યું

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક

નાના અંગિયા | ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા રાજ્યમાં નબળી આર્થિક સ્થિતિ ધરાવતા તેજસ્વી વિદ્યાર્થીઓ ધો.12 સુધી અભ્યાસ પૂર્ણ કરી શકે તથા માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળામાં ડ્રોપ આઉટ દર ઘટે તે હેતુથી ધો.8 માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ નામની યોજના એમ.એચ.આર.ડી.(ન્યુ દિલ્હી) તરફથી અમલમાં મુકવામાં આવી છે. જે મુજબ તા.22/12/19 ના યોજાયેલી પરીક્ષામાં નખત્રાણા તાલુકાના કુલ વીસ વિદ્યાર્થીઓએ મેરીટમાં સ્થાન મેળવ્યું હતું. જે પૈકી સાત વિધાર્થીઓ‌ વિથોણ ગ્રુપ શાળાના છે. તાલુકામાં પ્રથમ આવનાર વૈદિકાબેન‌ પી. નરસિગાણીએ 180માંથી 133 ગુણ મેળવ્યા હતા. પરિક્ષામાં ઉતીર્ણ થનાર તમામ વિદ્યાર્થીઓ ને નખત્રાણા તા. પ્રા. શિક્ષણાધિકારી મહેશભાઈ પરમાર, બી.આર.સી.કો.ઓર્ડી. દેવેન્દ્રભાઈ પટેલ, તા. પ્રા. શિક્ષક સમાજના પ્રમુખ રામુભા જાડેજા, કચ્છ જિ. પ્રા. શિક્ષક સમાજના કાર્યાધ્યક્ષ હરદેવસિંહ જાડેજા, વિથોણ ગ્રુપ શાળાના આચાર્ય કાંતિભાઇ પટેલ, સી.આર.સી.કો.ઓર્ડી. મનોજભાઇ મકવાણા વગેરેએ અભિનંદન પાઠવ્યા હતા.
અન્ય સમાચારો પણ છે...