નખત્રાણાથી પદયાત્રીઅો નીકળ્યા, કાલે પ્રેરણાપીઠ પીરાણા (અમદાવાદ) પહોંચશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાના નિષ્કલંકીધામથી સતપંથ સમાજ દ્વારા અાયોજિત પદયાત્રી સંઘ માર્ચ માસના અંતિમ સપ્તાહમાં પ્રેરણાપીઠ જવા રવાના થયો હતો. આ સંઘ આવતીકાલે રવિવારે 450 કિલોમીટરનો પંથ કાપીને પ્રેરણાપીઠ પીરાણા (અમદાવાદ) પહોંચશે. પદયાત્રીઓ સાથેનો અા સંઘ દેશલપર પહોંચ્યો ત્યારે સમાજ તેમજ ગ્રામજનો દ્વારા વાજતે ગાજતે સામૈયું કરાયું હતું. આ ઉપરાંત વિવિધ સ્થળે પદયાત્રીઓને આવકારાયા હતાં. પદયાત્રામાં કચ્છભરમાંથી સતપંથ સમાજના 450 જેટલા ભાવિકો જોડાયા હતા. ઉલ્લેખનિય છે કે, સતપંથ સમાજ દ્વારા વર્ષોની પરંપરા મુજબ નખત્રાણાના નિષ્કલંકીધામથી પ્રેરણાપીઠ સુધીની પદયાત્રા યોજાય છે. જેમાં ભાવિકો આસ્થાભેર જોડાય છે.