તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાંસ્કૃતિક કાર્યક્રમ સાથે મુન્દ્રાની કોલેજે વાર્ષિકોત્સવ ઉજવ્યો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાની આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત ડીએલએડ (પીટીસી)કોલેજનો તાજેતરમાં વાર્ષિકોત્સવ યોજાઈ ગયો.

કાર્યક્રમનો પ્રારંભ ઉપસ્થિત અગ્રણીઅોઅે દિપપ્રાગટ્યથી કર્યા બાદ કોલેજની તાલીમાર્થી બહેનોએ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કર્યા હતા. દીકરીઅોને હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન દ્વારા આશ્વાસન ઇનામો આપી પ્રોત્સાહિત કરાઇ હતી. કોલેજના આચાર્ય રમણ ચાવડાએ સૌને શાબ્દિક આવકાર આપ્યો હતો. ટ્રસ્ટની વ્યવસ્થાપન સમિતિના પ્રમુખ ધર્મેન્દ્ર જેસર, મંત્રી વિશ્રામ ગઢવી અને સભ્યો ભાઇલાલ ચોથાણી સહીત સર્વેએ સ્ટાફને શુભેચ્છા પાઠવી હતી.કાર્યક્રમને સફળ બનાવવા અધ્યાપક રાજેન્દ્ર કુબાવત, કિરીટ જોશી અને સમીર અધિકારીએ જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...