• Home
  • Kutchh
  • Gandhidham
  • Gandhidham News more than 6000 seedlings are distributed free of cost by the lions club 062016

લાયન્સ ક્લબ દ્વારા 6000થી વધુ રોપાઓનું મફત વિતરણ કરાયું

Gandhidham News - more than 6000 seedlings are distributed free of cost by the lions club 062016

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:20 AM IST
લાયન્સ ક્લબ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં એક જ દિવસે વૃક્ષના રોપાના વિતરણનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. જે મુજબ ગાંધીધામમાં પણ આયોજન કરવામાં આવ્યું હતું. 6200 રોપાઓ વિવિધ પ્રકારના મફત આપવામાં આવ્યા હતા. જ્યારે 800 વૃક્ષોનું રોપણ પણ કરવામાં આવ્યું હતું. વૃક્ષના રોપા મેળવવા માટે લોકોમાં જાગૃતિ આવી હતી અને પર્યાવરણનું જતન કરવા માટે પ્રયત્નશીલ બન્યા હોય તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.

પર્યાવરણના જનત માટે વિવિધ સંસ્થાઓ પોત પોતાનું યોગદાન આપી રહી છે. લાયન્સ ક્લબ દ્વારા યોજાયેલા વૃક્ષના રોપાઓના નિ:શુલ્ક વિતરણના કાર્યક્રમમાં ચપોચપ 62 જેટલા રોપાઓ ઉપડી ગયા હતા. 800 વૃક્ષોનું રોપણ કરાયું હતું જેમાં ગુરૂદ્વારા કમીટી, રેલવે કોલોની, લાયન્સ ગાર્ડન, અગ્રવાલ, કાર્ગોનો સમાવેશ થાય છે. લાયન્સ, લાયોનેસ, લીયોના સભ્યોએ લગાડેલા કાઉન્ટર પરથી રોપા આપવા માટે વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી. રાજેશ ગોમ્બરે તેમના સ્વ. પિતાની સ્મૃતિમાં 11 હજાર ડોનેશન આપ્યું હતું. અજીત ગલસાર, વિશાલ દુનેજા, મીત સચદે, લલીત દલવાણી, ડીમ્પલ આચાર્ય, બિંદુ ભાર્ગવ, માધવી ચેનાની, અવની પટેલ, પુનમ દીપક વગેરેનો સહયોગ રહ્યો હતો.

X
Gandhidham News - more than 6000 seedlings are distributed free of cost by the lions club 062016
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી