તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અંજારની રામનવમીની રથયાત્રામાં 13થી વધુ મોબાઇલની તસ્કરી થઇ ગઇ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારની રામનવમીની રથયાત્રા દરમ્યાન પોલીસની લોખંડી સુરક્ષા હોવા છતાં ચોરો બેફામ બન્યા હતા અને 13થી વધુ મોબાઇલની ચોરીઓ કરી હતી.

અંજારમાં રામનવમી નિમિતે ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જેમાં હજારોની સંખ્યામાં લોકો આ રથયાત્રામાં ભાગ લે છે જે અનુસંધાને અંજાર પોલીસ દ્વારા કોઈ અણબનાવ ન બને અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તે માટે લોખંડી સુરક્ષા રાખવામાં આવતી હોય છે તેમ છતાં અંજારની ગઈ કાલની રથયાત્રામાં મોબાઈલ ચોરો બેફામ બન્યા હતા. અંજાર પોલીસ સ્ટેશનથી મળતી માહિતી મુજબ ગઈ કાલે રથયાત્રા દરમ્યાન 1 Dysp, 1 PI, 6 PSI સહિત કુલ 113 પોલીસ જવાનોના સ્ટાફ દ્વારા અંજારમાં લોખંડી સુરક્ષા ગોઠવવામાં આવી હતી તેમ છતાં માત્ર આજની તારીખમાં જ રથયાત્રા દરમ્યાન મોબાઈલ ખોવાયાની 13 અરજીઓ આવી છે. તો બીજી તરફ રથયાત્રા દરમ્યાન 22થી વધુ મોબાઈલ ખોવાયા હોવાનું સૂત્રો જણાવી રહ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે અંજારની રથયાત્રા દરમ્યાન દર વર્ષે નાની મોટી ચોરીઓના બનાવો બનતા જ હોય છે ત્યારે આ વખતે માત્ર મોબાઈલ ફોનની જ ચોરી થઈ હોવાથી ચોરો દ્વારા પહેલાથી જ મોબાઈલ ચોરી કરવા માટે આયોજન કરાયું હશે તેવું માનવામાં આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...