તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

દેશીદારુના દરોડાઓમાં મહિલા આરોપીઓ વધુ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સંકુલમાં દેશી દારુની બદી પર કાબુ લાવવા કાર્ગો સહિતના વિસ્તારોમાં સતત દરોડાઓ પાડવામાં આવી રહ્યા છે. મીઠીરોહર અને કાર્ગો વિસ્તારમાં બી ડીવીઝન પોલીસે રહેણાક ઘરોમાં દરોડૉ પાડીને 37 લીટર જથ્થો જપ્ત કર્યો હતો. છેલ્લે પાડવામાં આવી રહેલા દરોડામાં મહિલા આરોપીઓની સંખ્યામાં નોંધપાછ ઉછાળો જોવા મળી રહ્યો છે. મીઠી રોહરમાં પરમાબેન ખીમાભાઈ રાઠોડ અને કાર્ગો ઝુપડામાં શનીબેન ચંદુભાઈ કોલીના રહેણાક ઘરમા દરોડો પાડતા અનુક્રમે 7 અને 30 લીટરનો દેશીદારુ ઝડપાયો હતો. બંન્ને આરોપીઓ સ્થળ પર મળી આવ્યા નહતા. બદીમાં મહિલાઓની સામેલગીરી બહાર આવતા સામાજીક સંસ્થાઓ તેને આર્થીક બદહાલી અને શિક્ષાના અભાવ સાથે જોડીને જોઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...