વધુ એક બાઈક ચાલકને આખલાએ ઠોકર મારતા ઇજા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ સંકુલમાં રખડતા પશુઓની વર્ષો જુની સમસ્યાઓનો નિવેડો પ્રશાસન લાવવામાં સદતંર નિષ્ફળ સાબીત થઈ રહ્યુ છે અને સતત સામે આવતી ઘટનાઓમાં વખતો વખત તેની નિષ્ફળતા સામે આવી રહિ છે. વધુ એક વાર રખડતા ઢોરોએ યુવાનને અડફેટૅ લેવાની ઘટના અને ઈજા પહોંચવાથી ઘટના સપનાનગર વિસ્તારમાં બનવા પામી હતી.

પ્રાપ્ત માહિતી અનુસાર સપનાનગરમાં પાણીના ટાંકા નજીક પોતાના ઘર જઈ રહેલા રવિભાઈને આંખલાઓએ અડફેટૅ લઈ ઉછાળી લીધો હતો. જેના કારણે તે જમીન પર પછડાતા પીઠ અને અન્ય ભાગોમાં ઈજા પહોંચી હતી. આખલાઓ વધુ નુકશાન પહોંચાડે તે પહેલા આસપાસ રહેલા ઠંડા પીણાના વેંચાણ કરતા લોકોએ વહારે આવીને પાણી નાખવા સહિતના પ્રયાસો કરીને બચાવી લીધા હતા. થોડા દિવસો અગાઉજ ભારતનગર વિસ્તારમાં વ્રુદ્ધાને ઈજા પહોચાડવાની ઘટના બનવા પામી હતી. તો શક્તિનગર વિસ્તારમાં પણ આજ પ્રકારની ઘટના બનવા પામી હતી. સતત સામે આવતા રખડતા પશુઓની સમસ્યાઓના પ્રશ્નને હલ કરવા બે વર્ષે અગાઉ પાલિકાએ રામલીલા મેદાનમાં સહુને રાખવાની વ્યવસ્થા કરી હતી, પરંતુ હવે તેનો ઉપયોગ ડમ્પીંગ ઝોન તરીકે કરાતો હોવાથી તે સ્થળ પર પ્રશાસન પાસે ઉપલબ્ધ નથી.

અન્ય સમાચારો પણ છે...