અબડાસા તાલુકાના ભોઅા ગામ પાસે વીજ શોકના કારણે વધુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અબડાસા તાલુકાના ભોઅા ગામ પાસે વીજ શોકના કારણે વધુ અેક મોરનું મોત થયું હતું. થોડા દિવસો પહેલાં અા વિસ્તારમાંજ રાષટ્રીય પક્ષીનો વીજ શોકે ભોગ લીધો હતો ત્યારે અા બનાવ ફરી બનતાં લોકોમાં રોષ ફેલાયો હતો.

શનિવારના સવારના અરસામાં

...અનુસંધાન પાનાનં.7ભોઅા ગામ પાસેથી પસાર થતી વીજ લાઇનના સંપર્કમાં અાવેલા મોરનું વીજ શોક લાગતાં ઘટના સ્થળેજ મોત થયું હતું. થોડા દિવસો પહેલા જ અા વિસ્તારમાં અાવીજ રીતે મોર મોતને ભેટ્યો હતો ત્યારે વીજ કંપનીઅો દ્વારા જજર્રિત વીજ તારો બદલાય તેમજ સલામતી વિષયક પગલાં ભરાય તેવી માગ ગ્રામજનોમાં પ્રબળ બની હતી. ઉલ્લેખનીય છે કે, અા બે બનાવો પહેલાં અેક પવન ચક્કીના કારણે રાષટ્રીય પક્ષી મોતને ભેટ્યું હતું. અામ થોડા સમયગાળામાં ત્રણ મોરના મોત થતાં જવાબદાર તંત્ર દ્વારા અસરકારક કાર્યવાહી કરાય તેવી માગ ગ્રામજનો કરી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...