મોહન આસવાણીને ઓલ ઇન્ડિયા ઇન્ટુકના સંગઠન મંત્રી બનાવાયા

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કંડલા પોર્ટ કર્મચારી સંઘ (ઇન્ટુક)ના પ્રમુખ અને ઇન્ટુક પોર્ટ ફેડરેશનના કાર્યકારી પ્રમુખ મોહનભાઇ આસવાણીને ઇન્ડીયન નેશનલ ટ્રેડ યુનિયન કોંગ્રેસના સંગઠન મંત્રી પદે વરણી કરવામાં આવી હોવાની જાહેરાત કરવામાં આવી છે. 17મી માર્ચના રાયપુર ખાતે ઓલ ઇન્ડીયા કાર્યકારીણીની બેઠક યોજવામાં આવી હતી. જેમાં તેમને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા. જેને લીધે હવે ઇન્ટુક રાષ્ટ્રીય સ્તરે કામદારોના પ્રશ્નો અને સંગઠનના કાર્યો તથા સંગઠનને વધુ મજબુત કરવાની વધારાની કામગીરી તેમને સોંપાઇ છે. આ બેઠકમાં 4000 કામદાર નેતાઓએ ભાગ લીધો હતો. પ્રમુખ પદે ડૉ. જી. સંજીવા રેડ્ડી અને મહામંત્રી રાજેન્દ્ર પ્રસાદને ચૂંટાયેલા જાહેર કરવામાં આવ્યા હતા.

આસવાણી

અન્ય સમાચારો પણ છે...