• Home
  • Kutchh
  • Mundra
  • Mundra News mentha39s old custom office pauses shifting to the port 065512

મુન્દ્રાની જૂની કસ્ટમ કચેરી પોર્ટ પર સ્થળાંતરિત થતાં પરેશાની

Mundra News - mentha39s old custom office pauses shifting to the port 065512

DivyaBhaskar News Network

Jun 12, 2019, 06:55 AM IST
મુન્દ્રાની મધ્યમાં આવેલી વર્ષો જૂની કસ્ટમ કચેરીનું છેલ્લા કેટલાક મહિનાઓથી પોર્ટ વિસ્તારમાં સ્થળાંતર થતાં જુના બંદર સાથે જોડાયેલા વહાણવટીઓને પારાવાર મુશ્કેલી વેઠવી પડતી હોવાના પ્રતિભાવો ઉઠવા પામ્યા છે.

પ્રાપ્ત માહિતી મુજબ અંદાજીત છેલ્લા એક વર્ષથી નગરના ધમધમતા માંડવી ચોક વિસ્તારમાં આવેલી જૂની કસ્ટમ કચેરીને તાળા મારી દેવામાં અાવ્યા છે. અા કચેરી હવે સેઝ સ્થિત કસ્ટમ ઓફિસમાં તબદીલ કરાતાં વહાણવટીઓને હાલાકી વેઠવી પડતી હોવાની લાગણી સાથે બંદરીય વેપાર સાથે સંકળાયેલા મજીદ સમાએ કચેરી નિયત જગ્યાએ પૂર્વવત કરવાની માંગ કરી છે.હાલમાં જુના બંદરે લાંગરેલા 80 થી વધારે વહાણોની મરમ્મત કાર્યવાહી ચાલુ છે ત્યારે કસ્ટમખાતાની પરમીશન લેવા વહાણવટીઓને પોર્ટ સુધી લાંબા થઇ સેઝમાં પ્રવેશની આકરી કાર્યવાહીમાંથી પસાર થવું પડતું હોવાનો આક્રોશ વ્યક્ત કરાઇ રહ્યો છે.જયારે બીજી તરફ વર્ષોથી જુના બંદરે કસ્ટમ ક્લીયરીંગ એજન્ટની ફરજ બજાવતા રિયાઝ બુખારીએ કચેરી પોર્ટ પર કાર્યરત થયા બાદ ઘણીખરી મંજૂરી પ્રક્રિયાઓ ઓનલાઇન થઇ હોવાથી ડોક્યુમેન્ટ ક્લિયરિંગની ગતિવિધીઓને વેગ મળ્યો હોવાનું જણાવ્યું હતું.

X
Mundra News - mentha39s old custom office pauses shifting to the port 065512
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી