તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચેટીચંડ નિમિત્તે બાઇક રેલીના આયોજન માટે બેઠકનો દોર શરૂ

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામ- આદિપુરમાં આગામી ચેટીચંડ નિમિત્તે ઝૂલેલાલ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સમાજના લોકો જોડાય તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે જેને સફળ બનાવવા સહિતના મુદ્દે જુદા જુદા વોર્ડમાં તબક્કાવાર બેઠકોનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે.

સંકુલમાં સિંધી સમાજ દ્વારા દર વર્ષે ચેટીચંડ નિમિત્તે આયોજનો કરવામાં આવે છે. આગામી દિવસોમાં આવનારા આ પર્વ અંતર્ગત બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. સિંધી સમાજ દ્વારા આયોજીત આ બાઇક રેલી માટે ચર્ચા વિચારણા કરવા બેઠકોનો દોર ચાલી રહ્યો છે. સાઉથ – નોર્થ, ચારસો ક્વાર્ટર, 12 સી વગેરે સ્થળો પર બેઠકો યોજાઇ રહી છે. આદિપુર સિંધી સમાજ દ્વારા પણ તાજેતરમાં બેઠકનું આયોજન કરીને ચર્ચા કરાઇ હતી. તારાચંદ ચંદનાની, મનોજ મુલચંદાણી, કમલેશ પરીયાણી, નંદુ મીઠવાણી, નરેશ ગુરબાની, દિનેશ લાલવાણી, જીતુ નાથાણી વગેરે આગેવાનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો