તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મેડિકલ વેસ્ટને ગાર્બેજ વેનમાં પધરાવી દેવાય છે?

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અંજારની અમુક ખાનગી હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટ ડોર ટુ ડોર કચરો કલેકશન કરવા આવતી ગાડીઓમાં નાખી દેવાતા હોવાની ફરિયાદો ઉઠી છે.

હોસ્પિટલ માંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ ચેપ, બીમારી ગ્રસ્ત હોવાથી તે તમામ કચરો બાયો મેડિકલ વેસ્ટ લેવા આવતી કોન્ટ્રાક્ટરની ગાડીમાં જ નાખવાનો હોય છે અને તે કોન્ટ્રાક્ટર દ્વારા એકઠ્ઠો થયેલ બાયો મેડિકલ વેસ્ટનો જથ્થો લોક સંપર્કમાં ન આવે તે રીતે તેનો નિકાલ કરતા હોય છે. તેમજ હોસ્પિટલ માંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ કચરામાં ન ફેંકવા અને નક્કી કરાયેલ કોન્ટ્રાક્ટરને જ આપવાનો નિયમ પણ હોવા છતાં અંજારની અમુક ખાનગી હોસ્પિટલો દ્વારા પોતાની હોસ્પિટલ માંથી નીકળતો બાયો મેડિકલ વેસ્ટ સીધો લોક સંપર્કમાં આવે તેમ ડોર ટુ ડોર કચરો લેવા આવતી નગર પાલિકાની ગાડીઓમાં નાખી દેવામાં આવે છે. જેથી આ બાયો મેડિકલ વેસ્ટ સીધો લોક સંપર્કમાં આવી શકે તેમ હોવાથી અંજારના લોકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત ફેલાઈ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જાહેરમાં બાયો મેડિકલ વેસ્ટ ફેંક્યો હોવાના કારણે થોડા સમય પહેલા જ નગર પાલિકા દ્વારા એક ખાનગી હોસ્પિટલને નોટિસ ફટકારવામાં આવી હતી. તેવું ખુદ પાલિકાના સૂત્રોએ જ જણાવ્યું હતું ત્યારે ડોર ટુ ડોર કચરા કલેકશનની ગાડીઓમાં નખાતો બાયો મેડિકલ વેસ્ટ કઈ ખાનગી હોસ્પિટલ દ્વારા નખાયો છે તેની તપાસ કરાય તે જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

    વધુ વાંચો