તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બોટમાં ફસાયેલા માછીમારને માંડવી મરીન પોલીસે બચાવ્યો

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક

મોઢવા નજીક દરિયામાં ઉછળતા મોજાના પગલે ઉંધી વળેલી બોટને ફાઇબર કુહાડી જેવા હથિયારથી તોડીને કેબિનમાં ફસાયેલા માછીમારને પોલીસે બચાવી લીધો હતો.

મળતી વિગતો મુજબ ત્રણ દિવસ અગાઉ ઝરપરાના હુસેન હાસમ ભટ્ટી, અલી સિધિક ભટ્ટી, સુલેમાન સિધિક ભટ્ટી, ઉંમર સિધિક ભટ્ટી અને હારૂન સિધિક ભટ્ટી અલખુશ્બૂ બોટ નં. જી.જે. 12 અેમ.અો. 1445 લઇને છછીના દરિયામાં માછીમારી માટે ગયા હતા. માછીમારી કરીને પરત અાવતા હતા ત્યારે મોઢવા નજીકના દરિયામાં વેગીલા પવનના પગલે બોટ પલટી મારી ગઇ હતી. સમયસૂચકતા વાપરી પાંચ પૈકી ચાર માછીમારો છલાંગ લગાવીને નીકળી ગયા હતા પરંતુ બોટની કેબિનમાં બેઠેલો હુસેન હાસમ ભટ્ટી ઉંધી વળેલી બોટની અંદર ફસાઇ ગયો હતો. અન્ય માછીમારોઅે બોટની અંદર ફસાયેલા હુસેનને બચાવવા માટે મદદ માગતાં, મરીન પોલીસ સ્ટેશનના પો. કો. કમલેશભાઇ મેઘરાજભાઇ પટેલે ઘટના સ્થળે પહોંચી જઇ પો.ઇ. અેમ.અેન. ચાૈહાણને જાણ કરતાં પો.સ.ઇ. અે.ડી. ઘાસુરા,પો.હે.કો. ખુમાનસિંહ ખેંગારજી વગેરેઅે કુહાડી જેવા હથિયારથી બોટનું ફાઇબર તોડીને ફસાયેલા માછીમારને બચાવી લીધો હતો.

મોઢવા નજીક ઉછળતા મોજાના પગલે બોટ પલટી


અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો