તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Mandvi News Mandvi39s Tagore Rangbhavan Will Be Rented For The Wedding Occasion 070008

માંડવીનું ટાગોર રંગભવન લગ્ન પ્રસંગ માટે ભાડે અપાશે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવીમાં યોજાયેલી પાલિકાની કારોબારી બેઠકમાં અાગામી સમયમાં લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગો માટે ટાગોર રંગ ભવન ભાડે અાપવા તેમજ સ્મશાન ગૃહ માટેના લાકડાનું ગોડાઉન 5 લાખના ખર્ચે રિનોવેટ કરવાનો નિર્ણય લેવાયો હતો. અા બેઠકમાં 40 જેટલા મુદ્દે ચર્ચા-વિચારણા કરાઇ હતી.

કારોબારી ચેરમેન દિનેશ હિરાણીના અધ્યક્ષસ્થાને યોજાયેલી બેઠકમાં 11 પૈકીના 8 અપેક્ષિત સભ્ય હાજર રહ્યા હતા. ટાગોર રંગ ભવનનું હાલે રિનોવેશન થઇ રહ્યું છે પૂર્ણ થતાં સુધરાઇના અાર્થિક ઉપાર્જન માટે લગ્ન તેમજ અન્ય સામાજિક પ્રસંગોઅે ભાડે અાપવા ઠરાવાયું હતું. બીચ પર અાવેલા સ્મશાન ગૃહનું ગોડાઉન નાના હોવાથી વરસાદના સમયે લાકડા ભીના થઇ જાય છે જેના ઉકેલ માટે ત્રણે ગોડાઉન મોટા કરીને છાપરાને બદલે અારસીસી છત બનાવવાનો નિર્ણય પણ લેવાયો હતો. બેઠકમાં ચર્ચાયેલા મોટા ભાગના મુદ્દાનો નિકાલ થતાં અાગામી સામાન્ય સભામાં બહાલી માટે મુકવા ઠરાવાયું હતું.

100 જેટલી LED સ્ટ્રીટ લાઇટને નુકસાન
વોર્ડ નં. 1ના માધવનગર વિસ્તારમાં અેકાઅેક વોલ્ટેજ વધી જતાં પાલિકાની 100 જેટલી અેલઇડી સ્ટ્રીટ લાઇટ બળી જતાં નુક્સાન થયું હતું તેમ રોડ લાઇટના ઇન્ચાર્જ ભૂપેન્દ્ર સલાટે કહેતાં અા બાબતે પીજીવીસીઅેલના જવાબદાર અધિકારીને વાકેફ કરાયા છે તેમ ઉમેર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...