તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માંડવી નગરપાલિકાનો 38 કર્મીઓને છૂટા કરવા અાદેશ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી સુધરાઇનો સમાવેશ ‘બ’ વર્ગમાં થતો હોવાથી નવાં મહેકમ સેટઅપ મુજબ 165 કામદારોને બદલે 212 જેટલા કામદારો કોન્ટ્રાક્ટબેઇઝ કામ કરતા હોવાથી વધારાના 47ના બીલ વધુ બનતાં હોવાનું ચીફ અોફિસરને ધ્યાને અાવતાં 38 રોજમદારને છૂટા કરવાનો અાદેશ અાપવામાં અાવ્યો છે.

છેલ્લા 3 માસથી મહેકમ કરતાં વધુ અેવા 38 કામદારોના પગારનું 12 લાખ જેટલું બીલ બનતાં તેની રિકવરી માટે સફાઇ કામદાર કોન્ટ્રાક્ટર અેસ.અાર. ચૌધરીને નોટિસ અાપવામાં અાવી હોવાનું ચીફ અોફિસર સંદિપસિંહ ઝાલાઅે જણાવ્યું છે.

વોર્ડમેન-4, માળી-7, ઝાડી કટિંગ-2, ડમ્પિંગ સ્ટેશન-1, કે.ટી. શાહ રોડ કન્ટ્રોલર-1 અને અન્ય 23 સફાઇ કામદારો સહીત 38ને છૂટા કરવાનો અાદેશ થતાં અને 12 લાખની રિકવરીની નોટિસ મળતાં ઠેકેદાર મૂશ્કેલીમાં મૂકાયા છે.

અોવરશિયરને પણ સસ્પેન્ડ કરાયા
નગરપાલિકાના બાંધકામ વિભાગના અોવરશિયર હિતેશ શર્માને અારટીઅાઇના જવાબ અાપવાની કામગીરી સોંપાઇ હતી તે નિષ્ઠાપૂર્વક નિભાવવામાં તેઅો ઊણા ઊતર્યા હોવાનું માલૂમ પડતાં ચીફ અોફિસરે તેમને સસ્પેન્ડ કરવાનો હુકમ કરતાં પાલિકાના કર્મચારીઅોમાં ભયનું લખલખું પસાર થઇ ગયું છે.

અન્ય સમાચારો પણ છે...