તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

માનસીક અસ્થીર યુવતીએ ટ્રેન નીચે આવી જીવ દીધો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના કિડીયાનગર તરફના ફાટક પાસેથી માનસીક અસ્થીર યુવતીએ ટ્રેન નીચે ઝંપલાવીને આયખુ ટુંકાવ્યુ હતુ. આડૅસર પોલીસના સુત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર રાપરના સઈ ગામે રહેતા 18 વર્ષીય સવિતાબેન મુળજીભાઈ પટેલએ માનસીક બિમારીનો સામનો કરી રહ્યા હતા. ગત તા.08/04ના સવારના અરસામાં તેઓ ઘરેથી નિકળીને કિડીયાનગર તરફના ડેડરવા ફાટક પાસે ગયા હતા અને ટ્રેન નીચે પડતુ મુકીને જીવ દઈ દીધો હતો. આડૅસર પોલીસે અકસ્માત મોત દાખલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...