અંજારમાં માનસ મહોબ્બત મજલીસ યોજાઇ

Anjar News - manas mahobat majlis was organized in anjar 060010

DivyaBhaskar News Network

Sep 12, 2019, 06:00 AM IST

અંજારના લશ્કરી ફળિયાના ઇમામવડા માતમ ચોકમાં ત્રાસવાદીઓ, જાલીમો અને અસત્ય સામે જેહાદ કરનાર કરબલાના અમર શહીદોની યાદમાં સર્વ કોમી સદભાવ માનસ મહોબ્બત મજલીસનું આયોજન કરવામાં આવ્યું હતું.

પીર સૈયદ હાજી મખદુમઅલી હાજીતકીશાહ બાપુના માર્ગ દર્શન હેઠળ અંજાર શહેર મોહરમ તાજીયા કમિટીના પ્રમુખ પીર સૈયદ હાજી અનવરશાહ મહેબૂશાહ અને સંચાલક તેજશભાઈ મહેતાની ઉપસ્થિતિમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રથમ સરહદ પર શાહિદ થયેલ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા મૌન પાડવામાં આવ્યું હતું. ત્યારબાદ ઉપસ્થિતોના વક્તવ્યમાં કોમી એકતા જળવાઈ રહે અને આજ પ્રકારે કોમી એકતાની મશાલ ચાલુ જ રહે તે માટે કાર્યક્રમનું આયોજન થતું રહે તેવી વાત કરવામાં આવી હતી.

આ કાર્યક્રમમાં ત્રિકમદાસજી મહારાજ, પુષ્પદાનભાઈ ગઢવી, ડીડીઓ પ્રભાવ જોશી, પૂર્વ કચ્છ એસ.પી પરીક્ષિતા રાઠોડ, પ્રાંત અધિકારી વી.કે. જોશી, ડીવાયએસપી ડી.એસ. વાઘેલા, પીઆઈ બી.આર. પરમાર, મામલતદાર રાજગોર, ગોવિંદ કોઠારી વગરે ઉપસ્થિત રહી કોમી એકતાની મિશાલ રજૂ કરી હતી.

X
Anjar News - manas mahobat majlis was organized in anjar 060010
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી