તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

LPG ઈમ્પોર્ટ 5 મી. ટન સુધી કરવાનું લક્ષ્યાંક

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક
દેશમાં રાંધણ ગેસની વધતી ખપત અને ટ્રાન્સપોર્ટૅશનની સીમીત ક્ષમતાઓને પહોંચી વળવા 1987 કિલોમીટર લાંબી એલપીજી ગેસને વહન કરતી પાઈપલાઈનનો પાયો ગોરખપુરમાં નાખવામાં આવ્યો છે. નવી હિટીંગ પાઈપ લાઈન વડે નિર્માણ થનારી આ પાઈપલાઈન કંડલાથી ગોરખપુર સુધીનો એટલે કે દેશના એક ખુણાથી અન્ય છેડા સુધીની પાથરવામાં આવશે. સરકાર આ પાછળ જંગી 9 હજાર કરોડ જેટલો ખર્ચ કરી રહિ છે, પરંતુ આ પ્રોજેક્ટની સીધી અસર આવનારા થોડા વર્ષોમાં કંડલામાં જોવા મળશે. એલપીજીના હાલના ઈમ્પોર્ટને બમણો નહિ પરંતુ ત્રણ ગણુ કરવાનું લક્ષ્યાંક રખાયુ છે. જેને પહોંચી વળવા કંડલામાં એક જેટીને સંપુર્ણ રીતે એલપીજી માટે કાર્યરત કરાય તે માટૅ નીશ્ચીત કરાઈ છે, તે સાથે અન્ય એક જેટીના નિર્માણ માટૅ પણ અન્ય ઓઈલ કંપનીઓ સાથે વાટાઘાટ ચાલી રહ્યાનું સુત્રોએ જણાવ્યુ હતુ.

આ અંગે દીન દયાલ પોર્ટ ટ્રસ્ટના ડેપ્યુટી કન્ઝેર્વેટર શ્રીનીવાસે આ પ્રોજેક્ટને મહત્વાકાંક્ષી ગણાવીને ડીપીટીમાં જેટી નં. 7ને એલપીજી માટેજ ઓપરેટ કરવા અંગે આઈઓસી સાથે ચર્ચા થઈ રહિ છે તો અન્ય કંપનીઓએ પણ રસ દાખવ્યો છે ત્યારે વધુ વિશેષ જેટીનું નિર્માણ કાર્ય કરાય તેવી સંભાવનાઓ ઉજળી છે. હાલમાં જ્યારે એલપીજીનું ઈમ્પોર્ટનું પ્રમાણ અગાઉના. 0.6 મીલીયનથી વધીને 1.3 મીલીયન પહોંચી ગયુ છે ત્યારે તેને થોડા વર્ષોમાં 2.5 મીલીયન ટન અને તેને 5 મીલીયન ટન સુધી પહોંચાડવાનું લક્ષ્યાંક છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતુ.

ગેલની 1415 કિમીની લાઈનનો રેકોર્ડ તોડ્યો
હાલમાં ગેલ દ્વારા સંચાલીત જામનગરથી લોની સુધીની 1415 કિલોમીટર લાંબી એલપીજી પાઈપલાઈન છે. જે વાર્ષીક 2.5 મીલીયન ટન એલપીજી વહન કરે છે. ત્યારબાદ વીઝાગ સીંકદરાબાદની ગેલ સંચાલીત 623 કિમી, આઈઓસીની હરીયાણાના પાનીપત થી જાલંધર સુધીની 274 કિલોમીટર લાંબી લાઈનનો સમાવેશ થાય છે.

22 પ્લાન્ટ્સને સપ્લાય કરાશે
આ પાઈપલાઈન કંડલાથી અમદાવાદ થઈને અલગ અલગ 22 બોટલીંગ પ્લાન્ટ્સમાં એલપીજીની વહેંચણી કરતુ નિકળશે. જેના થકી સીધુ, સસ્તી અને સરળ સપ્લાય કરી શકાશે.

જેના માટે ભારત - પાક. આંતરાષ્ટ્રીય કોર્ટમાં અથડાઈ રહ્યા છે તે કુલભુષણનું કંડલા કનેક્શન
પાકિસ્તાન જેને ધરાર જાસુસ કહે છે તે વ્યવસાયી કંડલા થી ઈરાન કરતો હતો વેપાર

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ
મુંબઈના રિટાર્યડા આસી. કમિશ્નરના પુત્ર અને નેવી કમાન્ડર તરીકે ફરજ બજાવી ચુકેલા કુલભુષણ યાદવ થોડા વર્ષે અગાઉ નિવ્રુતી લઈને ચાબહારના ફ્રી ટ્રેડ ઝોનમાં કનમીડા નામક નાની શીપીંગ કંપની ચલાવી રહ્યા હતા. આ કંપની પાસે 3500 હજારન ટનની ક્ષમતા ધરાવતુ જહાજ પણ છે, જે મુખ્યત્વે ડીપીટી, કંડલા પોર્ટ થી બંદર અબ્બાસ વચ્ચે ઘઉં, ચોખા અને ટ્રેક્ટર પાર્ટ્સનો વેપાર કરતા હતા. તેમના ગાયબ થયા બાદ અચાનક 2016માં પાકિસ્તાને તેમને બુલચીસ્તાનથી પકડી પાડ્યાનો અને ત્યાં ચાલતી અયોગ્ય પ્રવુતિઓને પ્રોત્સાહન આપવાનું કાર્ય કરતા હોવાનો મનઘંડત આરોપ લગાવીને તેને જાસુસ સાબીત કરી આંતરાષ્ટ્રીય બીરાદરીમાં ભારત પર દબાણ લાવવાનો પ્રયાસ આદર્યો હતો. જે કેસ હાલ આંતરાષ્ટ્રીય કોર્ટમાં ચાલી રહ્યો છે. મુંબઇ સ્થિત તેમના પરીવારજનો સાથે ખાનગી પબ્લીકેશન હાઉસે કરેલી મુલાકાતમાં આ બાબતો સામે આવી હતી.

અફઘાનિસ્તાનથી ચાબહાર થકી પ્રથમ શીપમેન્ટ રવાના
પાકિસ્તાનને બાયપાસ કરતા ચાબહાર પોર્ટ ઓપરેશનલ થતા કંડલાની સંભાવનાઓ વિસ્તરી

ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ
પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે વેપાર કરવા માટૅ રુટ આપવાની થોડા વર્ષો અગાઉ ના પાડ્યા બાદ પાકિસ્તાનને બાયપાસ કરીને ઈરાનમાં આવતા પરંતુ અફઘાનિસ્તાનથી થોડા કિલોમીટર દુર પડતા ચાબહાર પોર્ટને એડોપ્ટ કરીને તેના વિકાસની જવાબદારી દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા અને જેએનપીટીના પાર્ટનર્શીપથી તૈયાર કરાયેલા ઈન્ડીયા પોર્ટ્સ ગ્લોબલ લીમીટૅડને સોંપાઈ હતી. 2016માં આ પ્રોજેક્ટને વેંગવંતો કરાયા બાદથી સતત આવતા ઉતાર ચડાવ વચ્ચે છેલ્લા થોડા સમયમાં ચાબહાર પ્રોજેક્ટ આખરે રંગ લાવી રહ્યો હોય તેવો પ્રતિત થઈ રહ્યુ છે. રવિવારે અફઘાનિસ્તાનના ઝાંઝારથી 23 ભારે વાહનોમાં 570 ટન કાર્ગોનો જથ્થો ભારત આવવા માટૅ રવાના કર્યો હતો. આ સમયે મોકાનો લાભ ઉઠાવીને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતી અશરફ ઘાનીએ કોઇ દેશનું નામ લીધા વીના અન્ય દેશોએ નોન સ્ટૅટ એક્ટર્સને સપોર્ટ કરવાની જગ્યા પ્રખંડના વેપાર વાણીજ્યને સપોર્ટ કરવો જોઇએ તેવુ કહિ ચાબહારના વિકાસ માટે ભારતની મહત્વપુર્ણ ભુમીકા માટે આવકારીને ખુશી વ્યક્ત કરી હતી. અહિ નોંધવુ રહ્યુ કે કંડલા, મુંબઈ અને પારાદીપથી બે મહિને શીપ લાઈન ચાબહાર માટે રવાના થશે તેની જાહેરાત અગાઉજ કરાઈ ચુકિ છે. જેના કારણે ઈરાન, અફઘાનિસ્તાન અને ભારત વચ્ચેના વેપાણ વાણીજ્યના ક્ષેત્રના સંબધોમાં વિકાસ થશે જેનો સીધો લાભ દેશના પશ્ચીમી કાંઠા પરના આવેલા અને ગલ્ફ દેશો સાથે સૌથી નજદીક ભૌગોલીક સ્થાન ધરાવતા કંડલા પોર્ટને પણ મળશે. અહિ નોંધવુ રહ્યુ કે તાજેતરમાં અમેરીકા દ્વારા ઈરાન પર પ્રતિબંધોની ઘોષણા કરાઈ હતી જેના કારણે આ સમગ્ર પ્રોજેક્ટ અંગે ત્રણેય દેશો વિમાસણમાં મુકાયા હતા પરંતુ તેને સફળ ડિપ્લોમેસીના પગલે છુટછાટ મેળવી લેવાતા પ્રોજેક્ટ આગળ ધપી શક્યો હતો.

કંડલા અંગે મહિનામાં રીપોર્ટ આપો : ગ્રીન ટ્રીબ્યુટ થયું ગરમ
ભાસ્કર ન્યૂઝ. ગાંધીધામ

નેશનલ ગ્રીન ટ્રીબ્યુટૅ વધુ એક વાર ડીપીટી, કંડલા પોર્ટ આસપાસ ચાલતા ગેરકાનુની અને બીનઅધિક્રુત પ્રવુતિઓ અંગે રોષ વ્યક્ત કરીને એક મહિનામાં રિપોર્ટ આપવા જણાવ્યુ છે. ગ્રીન ટ્રીબ્યુટના અધ્યક્ષ ન્યાયમુર્તી આદર્શ કુમાર ગોયલએ નિષ્ર્કીયતાના કારણે જીસીજેડએમએ તરફ પણ રોષ વ્યક્ત કરીને અગાઉની રિપોર્ટમાં ગેરકાનુની પ્રવુતિ ચાલતી હોવાનું અને તે અંગે સ્થાનીક સરકારી અધિકારીઓએ જાણ કર્યાનો પણ ઉલ્લેખ કરતા, સ્વીકાર થયા બાદ પગલા શા માટૅ નહિ? તેવો પ્રશ્ન ઉઠાવીને એક મહિનામાં રિપોર્ટ આપવા જણાવી આગામી સુનવણી 7 મે ના કરવાનું જણાવ્યુ છે. અહીં નોંધવું રહ્યું કે, વિશ્વભરમાં જળવાયુ પરીવર્તન અંગે ગંભીર થઇ રહેલી ચર્ચાઓ અને માનવ જાતને આ ખતરાથી બચાવવા પગલા લેવા વધતા દબાણોથી ગ્રીન ટ્રીબ્યુટ દ્વારા ચેરીયા નિકંદન તથા પ્રાકૃતિક ધરોહરોને થતા નુકશાનની ફરિયાદોને ગંભીરતાથી લઇ રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો