તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લોકસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચૂક્યા છે. ભાજપ દ્વારા

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

લોકસભાની ચૂંટણીના નગારે ઘા વાગી ચૂક્યા છે. ભાજપ દ્વારા લોકસભાની જે તે બેઠકો પર અપેક્ષીત કાર્યકરોને બોલાવીને બેઠક યોજી પ્રદેશ કક્ષાના આગેવાનો દ્વારા ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. આજે ગાંધીધામના રોટરી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં લોકસભાની ચૂંટણીના પ્રદેશ પ્રભારીએ નેતાઓને કાર્યકર થવાની જરૂર હોવાની સાથે જો કામ ન કરવું હોય તો હોદ્દો અને પક્ષ છોડી દો તેવી ટકોર કરી હતી. ચૂંટણીલક્ષી માર્ગદર્શન આપીને જુદા જુદા મોરચા અને વિસ્તારકોએ કેવી તૈયારી કરી છે તેનો ક્લાસ પણ લેવામાં આવ્યો હતો.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ભાજપના અપેક્ષીત કાર્યકરો માટે યોજાયેલી બેઠકમાં એક કલાક મોડા આવેલા નેતાના કાફલાએ એક તબક્કે નગરપાલિકા કચેરી પાસે ટ્રાફિક જામ કરી દીધો હતો. રોટરી હોલમાંયોજાયેલાકાર્યક્રમમાં સૂત્રોના દાવા મુજબ પ્રદેશ, લોકસભાના ચૂંટણી પ્રભારી ઓમ માથુરે કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે, નેતાગીરી મુકીને કાર્યકર થવાની જરૂર છે. વિસ્તારકો નિમવામાં આવ્યા છે તેને પોતાની ફરજ કેટલી બજાવી અને શું કામગીરી કરી તે અંગે માહિતી પણ મેળવી હતી. આ તબક્કે પ્રદેશ સંગઠન મંત્રી ભીખુભાઇ દલસાણીયા, કે.સી. પટેલ વગેરે પણ હાજર રહ્યા હતા. આ બેઠકમાં ધારાસભ્યો, સંસદ સભ્ય વગેરે પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો