તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાંબી રાત્રીની વિદાય બાદ લાંબા દિવસોની શરુઆત, ઉત્સાહથી ઉજવાયો લોહરીનો તહેવાર

એક વર્ષ પહેલા
 • કૉપી લિંક
ભારતમાં મકરસંક્રાતિને દેશભરમાં અલગ અલગ રીતે અને સંદર્ભોમાં ઉજવણી કરાય છે. દેશના ઉતરી પટ્ટામાં આવેલા પંજાબ, હિમાચલ પ્રદેશ, દિલ્હી, જમ્મુ, હરીયાણા સહિતના પ્રદેશોમાં ક્રુષીનો એક પાક ઉતર્યા બાદ તેની આવક થાય ત્યારબાદ અને લાંબી રાત્રીઓની વિદાય બાદ લાંબા દિવસોની શરુઆત થાય તેને આવકારવા અને ઉજવવાનો તહેવાર લોહરીની પચરંગી ગાંધીધામમાં પણ ઉત્સાહ અને પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવી હતી. પંજાબી સભા દ્વારા આયોજીત કાર્યક્રમમાં પવિત્ર અગ્નીને પ્રગટાવીને સહુએ પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં દિલ્હીના ગોલ્ડ સ્ટાર બેંડ દ્વારા પંજાબી સંગીતની ધુમ મચાવવામાં આવી હતી, જેના તાલ પર શહેરના નામી લોકો થીરકી ઉઠ્યા હતા. કાર્યક્રમમાં ચેમ્બર પ્રમુખ અનીલ જૈન, ટીમ્બર પ્રમુખ નવનીત ગજ્જર, પોર્ટના સોંધી સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સભાના પ્રમુખ વીમલ ગુજરાલ, સેક્રેટરી સંજય ગાંધી, ગુંગન મલ્હોત્રા સહિતનાએ સહુને શુભકામના પાઠવી હતી. તો શહેરની શાળા સનફ્લાવરમાં પરંપરાગત પંજાબી લોકન્રુત્યોને પ્રસ્તુત કરાયા હતા. તો ઉતરાયણની ઉજવણી સંદર્ભે હેન્ડ મેડ કાઈટ્સની સ્પર્ધા પણ યોજાઈ હતી. જેમા વિજેતાઓને ઈનામ અપાયા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો