આજીવન કેળવણીકાર પ્રાણલાલભાઈ ઠાકરનું નિધન

Mundra News - life time educator pranlalabhai thakar passed away 065014

DivyaBhaskar News Network

Jul 22, 2019, 06:50 AM IST
ભુજ | મુન્દ્રા તાલુકાના ગુંદાલા, સાડાઉ અને મુન્દ્રા ખાતે 38 વર્ષ સુધી પ્રાથમિક શિક્ષક અને આચાર્ય તરીકે સેવા આપનાર જાણીતા કેળવણીકાર અને જૂની પેઢીના પ્રયોગશીલ શિક્ષક પ્રાણલાલભાઈ હીરજી ઠાકરનું ગઈકાલે ભુજ ખાતે નિધન થયું હતું. વિદ્યાર્થીઓની ત્રણ-ત્રણ પેઢી સુધી ભારે આદરપાત્ર બનનારા પ્રાણલાલભાઈએ ભુજની બેઝિક ટ્રેનિંગ કોલેજમાંથી 1953માં પી. ટી. સી. થઇ શિક્ષણયાત્રા આરંભી હતી. વાચન, ચિત્ર, સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ અને ગામની સામાજિક-શૈક્ષણિક સેવાઓમાં ઓતપ્રોત પ્રાણલાલભાઈનું નિવૃત્તિના 30 વર્ષ પછી વિશિષ્ઠ મિલન ગોઠવી સન્માન કર્યું હતું. ગાંધી શતાબ્દી વર્ષ નિમિતે તેમણે 1970-71માં હાથ ધરેલી નિરક્ષરતા નિવારણ ઝુંબેશ માટે તત્કાલીન મુખ્યમંત્રી હિતેન્દ્ર દેસાઈના હસ્તે સન્માનિત થયા હતા. સાડાઉ શાળા મુન્દ્રા અને કચ્છ જિલ્લા કક્ષાએ આદર્શ શાળા તરીકે સ્થાન પામી હતી. શ્રેષ્ઠ શિક્ષક તરીકે પણ તેઓ સન્માનિત થયા હતા. એ વર્ષોમાં કુટુંબ કલ્યાણ ઝુંબેશને વેગ આપવામાં એમનો ફાળો નોંધપાત્ર રહ્યો હતો. ગાયત્રી પરિવાર, શિક્ષક નિધિ ટ્રસ્ટ, સ્વાધ્યાય પરિવાર, ઔદિચ્ય બ્રહ્મસમાજ સાથે તેઓ ગાઢ રીતે સંકળાયેલા હતા. એમની પ્રાર્થનાસભા તા. 22-7, સોમવારે સાંજે 5 થી 6 ઔદિચ્ય બ્રહ્મસમાજ વાડી, શિવકૃપા નગર, માંડવી ઓકટ્રોય પાસે, ભુજ ખાતે યોજાયેલ છે.

X
Mundra News - life time educator pranlalabhai thakar passed away 065014
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી