તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • રાપરમાં ઉધારની ના પાડતાં વેપારી અને મિત્રોએ કમરપટ્ટાથી ધોઇ નાખ્યો

રાપરમાં ઉધારની ના પાડતાં વેપારી અને મિત્રોએ કમરપટ્ટાથી ધોઇ નાખ્યો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર ખાતે ગત સાંજે કપડા લેવા દુકાનમાં આવેલા ગ્રાહકે ઉધાર રાખવાનું કહેતા વેપારી તથા તેના મિત્રોએ કમરપટ્ટાથી તેને માર મારવાની ફરીયાદ સામે વીડિયો વાયરલ થયા બાદ વેપારી સહિત ચારેયને પોલીસે પકડતાં વેપારીએ ઉધારની ના પાડતાં ગ્રાહકે તેમજ તેની સાથે આવેલા તેના પિતાએ ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરિયાદ કરતાં ગ્રાહક અને વેપારી સહિત કાયદો હાથમાં લેનાર પાંચેયની પોલીસે જાહેરમાં સરભરા કરી કાયદો હાથમાં લેનારને ખાખીનો ખોફ બતાવ્યો હતો.

આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, મુળ બાલાસરનો હાલે પાલનપર રહેતો 30 વર્ષીય લાખાભાઇ રાધાભાઇ રદાળીયા (કોલી) ગત સાંજે રાપરના માલી ચોકમાં આવેલી રજવાડી મેન્સવેરમાં કપડાની ખરીદી કરવા ગયો હતો અને દુકાનમાંથી રૂ.1,500 ના કપડાની ખરીદી કરી હતી પરંતુ તેની પાસે રૂ. 1,000 જ હોવાથી તેણે વેપારી કેતન રાણા મકવાણા (રજપુત) ને રૂ.500 ઉધાર રાખવાનું કહેતાં બોલાચાલી બાદ ઉશ્કેરાયેલા વેપારી કેતને કમરપટ્ટાથી માર મારવાનું શરૂ કર્યું હતું આ જોઇ નજીક જ બેઠેલા વેપારીના ત્રણ મિત્રો રાજેશ ડોડીયા, વરસંગ માવજી અને કમલેશ ચૌહાણ પણ આવી ગયા હતા અને લાખાને ફગાવી માર માર્યો હતો. આ બનાવ બાદ લાખાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં વેપારી સહિત ચાલ લોકો સામે ગુનો નોંધ્યા બાદ આ બનાવનો વિડિયો વાયરલ થતાં પોલીસ હરકતમાં આવી હતી અને ચારેને પકડી લીધા હતા. પોલીસે પકડી લેતાં વેપારીએ ગ્રાહક લાખાભાઇ અને તેના પિતાએ ગાળો આપી જાનથી મારીનાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતાં પોલીસે કાયદો હાથમાં લેનાર વેપારી,ગ્રાહક સહીત પાંચેય વિરૂધ્ધ ગુનો નોંધી કાયદો હાથમાં લેનાર પાંચેયની જાહેરમાં સરભરા કરી હતી અને કાયદો હાથમા઼ લેનારાઓને પોલીસનો ખોફ દેખાડ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...