તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • Rapar 5 દિવસ પહેલાં નર્મદા કેનાલમાં ગરકાવ થયેલો સેલારીનો યુવાન હજી લાપત્તા

5 દિવસ પહેલાં નર્મદા કેનાલમાં ગરકાવ થયેલો સેલારીનો યુવાન હજી લાપત્તા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના સેલારી ગામ નજીક આવેલી નર્મદાની કેનાલમા઼ સફાઇ સમયે પગ લપસી જતાં પાંચ દિવસ પહેલા઼ સેલારી ગામનો આ કેનાલમાં ડુબી ગયેલા 20 વર્ષીય યુવાનનો પત્તો સ્થાનિક તંત્રની ટીમો બાદ ગાંધીનગરથી આવેલી એનડીઆરએફની ટીમ પણ કામે લાગ્યા બાદ પાંચ દીવસે પણ આ ડુબી ગયેલા યુવાનનો પત્તો ન લાગતાં પરિવાર ભાંગી પડ્યો છે.

રાપર તાલુકા ના સલારી ના મુકેશ માવજી કોલી (પારકરા) (ઉ.વ.20) નામના યુવક નો હજી સુધી પતો ના લાગતા તંત્ર ની કામગીરી શંકા રાપર તાલુકા માં ગત 30/9તારીખ ના અગમ્ય કારણો સર સલારી નજીક આવેલ કેનાલ ના સાઈફનમાં પડી જતા સ્થાનિકો અને કુટુંબીજનો અને તરવૈયાઓ દ્વ્રારા એક દિવસ શોધખોળ કરવા છતાં લાશ નો પત્તો ન લાગતાં રાપર મામલતદાર અને પોલીસ ને જાણ કરાઈ હતી જેના કારણે પોલીસ ની મદદ અને મામલતદાર તરફ થી વિવિધ ટીમો બોલાવી ને યુવક ની શોધખોળ હાથ ધરાઈ હતી જેમાં ગઈકાલ થી આ શોધખોળમાં લાગેલી ગાંધીનગર થી એનડી આરએફ ની ટીમ પણ કાંઈ ઉકાળી શકી નથી અને આખો દિવસ શોધખોળ કરી છતાં લાશ નો પત્તો લાગ્યો ના હતો જેના કારણે 5 દિવસ થયા છતાં યુવક નો પત્તો ન લાગતા પરિવાર જનો રીતસર ના ભાંગી ગયા હતા અને તંત્ર ની કામગીરી ઉપર પણ શંકા લાગી રહી છે કે તંત્ર કને આવડી મોટી સાધન સામગ્રી હોવા છતાં જો 5 દિવસ વીતી ગયા છતાં યુવક નો પત્તો ન મેળવી શક્તી હોય તો ક્યાંક ને ક્યાંક તંત્ર ની કામગીરી શંકા ના ડાયરા માં આવેછે.તો તંત્ર ના જ અધિકારીઓ છેલ્લા 4 દિવસ થી એકજ રટણ કરી રહ્યા છે કે પાણી ચાલુ છે અને ખાડો ઊંડો છે જે બાબત આજ ના જમાના માં કોઈને પણ હજમ થાય તેમ નથી તો 5 દિવસ વીતી ગયા છતાં લાશ નો પતો ના લાગતા રાપર ઠાકોર સમાજ લાલઘૂમ થઈ ગઈ છે અને આવતી કાલે રાજીનામુ આપશે અને જો કોઈ નક્કર કામગીરી નહિ થાય તો તંત્ર સામે ઉગ્ર આંદોલન પણ કરશે તેવું જાણવા મળ્યું હતું

અન્ય સમાચારો પણ છે...