તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • Rapar મોરની હત્યા મામલે 12ની અટકાયત, ગાગોદરમાં ઉપવાસ હજુ પણ ચાલુ

મોરની હત્યા મામલે 12ની અટકાયત, ગાગોદરમાં ઉપવાસ હજુ પણ ચાલુ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
39 જેટલા મોરની હત્યાને અંજામ આપનારા આરોપીઓને પકડી પાડવાની માગ સાથે ગાગોદરમાં ઉપવાસ આંદોલન છેડાયું છે જેના બીજા દિવસે ગુરૂવારે વન વિભાગે 12 શકમંદોની અટક કરી હતી. જો કે, સમગ્ર મામલે ઇન્ચાર્જ આરએફઓ દ્વારા તટસ્થ તપાસ ન કરાતી હોવાના આક્ષેપ સાથે આંદોલન જારી રહ્યું હતું.

પૂર્વ કચ્છ વન વિભાગના પી. એ. વિહોલના માર્ગદર્શન હેઠળ 12 જેટલા નર્મદા કેનાલમાં કામ કરતા શ્રમિકોની અટકાયત કરાઇ હતી. રાપર ઉત્તર વિભાગના આરએફઓ બી. ડી વાઘેલા, દક્ષિણના વી. આઇ. જોશી અને આડેસરના અેલ. બી. જાડેજાએ શકમંદોની અટક કરી હતી. આ સમગ્ર પ્રકરણમાં ઇન્ચાર્જ આરએફઓ મહમદ કુરેશી દ્વારા તટસ્થ તપાસ ન કરાતી હોવાના આક્ષેપો ઉઠતાં તેમનો ફોન પર સંપર્ક કરવાના અનેક પ્રયાસ કરાયા હતા પણ તેમણે જવાબ આપવાની તસદી લીધી ન હતી.

દરમિયાન ગાગોદરમાં રાજબાઇ માના સ્થાનકે શરૂ થયેલા ઉપવાસની છાવણીની આડેસરના સરપંચ ભગાભાઇ, કીડિયાનગરના સરપંચ દિલિપ યાદવ, મહંત બેચરગિરિબાપુ અને મુસ્લિમ સમાજના આગેવાનોએ મુલાકાત લીધી હતી. 200 જેટલા જીવદયા પ્રેમીઓ બીજા દિવસે પ્રતિક ઉપવાસમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...