Divya Bhaskar

Home » Kutchh » Rapar » Rapar - ‘મિટ્ટી કે ગણેશ’ શ્રદ્ધાપૂર્તિની સાથે પર્યાવરણ બચાવમાં પણ મદદરૂપ

‘મિટ્ટી કે ગણેશ’ શ્રદ્ધાપૂર્તિની સાથે પર્યાવરણ બચાવમાં પણ મદદરૂપ

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:30 AM

ડાભૂંડાનો પરિવાર જાતે બનાવેલી 32થી વધુ મૂર્તિઓ નિ:શુલ્ક વિતરીત કરી ચૂક્યો છે

  • Rapar - ‘મિટ્ટી કે ગણેશ’ શ્રદ્ધાપૂર્તિની સાથે પર્યાવરણ બચાવમાં પણ મદદરૂપ
    પીઓપીની મૂર્તિઓ પર્યાવરણને નુકસાન કરતી હોવાથી દેશભરમાં ભાસ્કર સમૂહ દ્વારા ‘માટીના ગણેશ’નું જે અભિયાન ચાલી રહ્યું છે તેમાંથી અનેક લોકો પ્રેરણા મેળવી ન માત્ર ઇકોફ્રેન્ડલી ગણેશ બનાવી રહ્યા છે, સાથે-સાથે મિત્રોમાં તેનું વિતરણ કરી પર્યાવરણ બચાવોનો સંદેશ પણ આપી રહ્યા છે.

    રાપર તાલુકાના ડાભુંડાના વાડી વિસ્તારમાં રહેતા બજરંગદળ પૂર્વ કચ્છના પ્રમુખ જગુભા જાડેજાના પત્ની પૂર્ણાબા જાડેજા ગણપતિજી પ્રત્યે અનન્ય શ્રદ્ધાભાવ રાખવાની સાથે પર્યાવરણ સંરક્ષણ મુદ્દે પણ જાગૃત હોવાને લીધે દેશી માટીથીજ તેઓ ગણપતિજીની મૂર્તિઓ બનાવે છે, તેમાં આકર્ષક રંગો પૂરે છે. તેમનો પરિવાર માટીના ગણેશ બનાવી મિત્રો-સ્નેહીઓને મફતમાં આપે પણ છે.

    તેમના જણાવ્યા મુજબ ‘દિવ્ય ભાસ્કર’ના ‘મિટ્ટી કે ગણેશ’ અભિયાનથી તેમને પ્રેરણા મળી. માટીના ગણેશ બનાવવા તો સહેલા છે જ પરંતુ તેનું વિસર્જન પણ ઘરે જ પાણીમાં સહેલાઇથી થઇ જતું હોવાથી શ્રદ્ધાપૂર્તિની સાથે પર્યાવરણ બચાવ પણ ભેગો થઇ જાય છે. તેમનો પરિવાર સૌને ઇકોફ્રેન્ડલી ગણેશ બનાવવાની સલાહ આપે છે. અત્યાર સુધીમાં આ વર્ષે તેમનો પરિવાર વિનામૂલ્યે 32થી ગણેશજીની મૂર્તિઓ લોકોને વિતરીત કરી ચૂક્યો છે.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending