Home » Kutchh » Rapar » Rapar - ફતેહગઢના તલાટીની બદલી છતાં ચાર્જ ન સોંપતાં તર્ક-વિતર્ક

ફતેહગઢના તલાટીની બદલી છતાં ચાર્જ ન સોંપતાં તર્ક-વિતર્ક

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:26 AM

વહીવટી કામોમાં મુશ્કેલી થતી હોવાનો ગ્રામજનોનો આક્ષેપ

  • Rapar - ફતેહગઢના તલાટીની બદલી છતાં ચાર્જ ન સોંપતાં તર્ક-વિતર્ક
    રાપર તાલુકાના ફતેહગઢના તલાટીની જેસડા બદલી થઇ ગઇ હોવા છતાં ચાર્જ ન સોંપતા હોવાથી અનેક તર્ક વિતર્ક થઇ રહ્યા છે. દરમિયાન નવા મુકાયેલા તલાટી ફરજ પર ન ચડી શકવાના કારણે વહીવટી કામોમાં મુશ્કેલી થઇ રહી છે તેમ ગ્રામજનો જણાવી રહ્યા છે.

    ફતેહગઢના તલાટીની ગત તા. 21/8ના રોજ જેસડા ખાતે બદલી કરાઈ હોવાં છતાંહજુ સુધી તેઓ છૂટા ન થતાં તર્ક વિતર્ક થઇ રહ્યા છે. ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટના હોદેદારો જણાવ્યા મુજબ આ સંજોગોમાં નવા તલાટી પોતાનો હોદ્દો નથી સાંભળી શકતા જેના કારણે લોકોને દુષ્કાળના કપરા સમયમાં ઘાસ ચારાના કાર્ડ અને ઘાસ લેવામાં મોટી મુશ્કેલી પડી રહી છે. કેટલાક જાગૃત ગ્રામજનોના આક્ષેપ મુજબ તાલુકા કક્ષાના ધ્વજ વંદન કાર્યક્રમ સમયે મામલતદાર તરફથી 5 લાખ અને ગ્રામજનો દ્વારા 2.50 લાખ ફાળો અપાયો હતો જેનો હિસાબ કિતાબ સરભર કરવા તલાટી છુટા નથી થતા.

    ગ્રામજનો દ્વારા માગવામાં આવેલી માહિતી પણ આ તલાટીએ આપી નથી તેમ જિલ્લા વિકાસ અધિકારી તેમજ રાપર તાલુકા વિકાસ અધિકારી સમક્ષ ગ્રામ વિકાસ સેવા ટ્રસ્ટના અરવિંદભાઈએ લેખિત રજૂઆત કરી હતી. આ બાબતે રાપરના ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી એચ. ડી. પરમારને પૂછતાં તેમણે કહ્યું હતું કે, નવા મુકાયેલા તલાટી રાવલે કોઈ રજુઆત કરી નથી. જોકે તપાસ ચાલુ છે અને જરૂરી કાર્યવાહી કરવામાં આવશે તેમ તેમણે ઉમેર્યું હતું.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending

વીડિયો વધુ જુઓ