તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • Rapar રાપરમાં હેલિપેડ વિસ્તારમાં માર્ગ પરના દબાણો દુર કરો

રાપરમાં હેલિપેડ વિસ્તારમાં માર્ગ પરના દબાણો દુર કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર શહેરના હેલીપેડ વિસ્તારના જાહેર માર્ગ પર લોકોને અવરજવર કરવાના માર્ગ પર થયેલા દબાણો તાત્કાલિક દુર કરવા બાબતે હેલિપેડ વિસ્તારમાં આસપાસ રહેતા લોકોએ રાપર પોલીસને લેખિત રજુઆત કરી હતી.

રહેવાસીઓએ રાપર પોલીસ મથકના પીઆઇ આર.એલ.રાઠોડને કરેલી રજુઆતમાં જણાવ્યું હતું કે, રાપરના હેલીપેડ વિસ્તારમાં આસપાસ ને પછવાડે રહેતા લોકોને હાલવા ચાલવાનો રસ્તો છે બાઉ પટેલીની વાડીની બાજુમાં હેલીપેડ વચ્ચેનો રસ્તો આવેલો છે જે રસ્તા ઉપર હાલે થોડા દિવસોથી રાપરના પેથા કરમણ વાયરીયા દ્વારા કરાયેલા દબાણને કારણે હેલિપેડ આસપાસ રહેતા તેમજ વાડી વિસ્તાર, પઢિયારવાસ,હેપ્પીનગરમાં રહેતા લોકોને હલન ચલનમાં તકલીફ ભોગવવી પડી રી છે ત્યારે આ જાહેર માર્ગ પર થયેલું દબાણ તાત્કાલીક દુર કરવામાં આવે તેવી માંગ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...