તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Rapar
  • Rapar મોર હત્યાકાંડ: ગાગોદરમાં ઉપવાસ આંદોલન ચોથા દિવસે પણ જારી

મોર હત્યાકાંડ: ગાગોદરમાં ઉપવાસ આંદોલન ચોથા દિવસે પણ જારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપર તાલુકાના ગાગોદર ગામે રાષ્ટ્રીય પક્ષી મોરના સામુહિક હત્યાકાંડમાં વનતંત્ર હજુ મુળ આરોપીઓ સુધી હપોંચી શકયું નથી. ત્યારે મોર હત્યાકાંડના આરોપીને પકડી પાડવાની માંગ સાથે ગાગોદર અને આસપાસના ગ્રામજનો દ્વારા આદરાયેલ ઉપવાસ આંદોલન શનિવાર ચોથા દિવસે પણ જારી રહ્યા હતા.

ગ્રામજનોનું આ આંદોલન દિવસેને દિવસે વેગ પકડી રહ્યું છે ત્યારે જયાં સુધી આ કૃત્ય કરનાર આરોપીઓ નહિ પકડાય ત્યાં સુધી આ લડતને જારી રાખી વધુ ઉગ્ર બનાવવાની ચીમકી પણ આપવામાં આવી હતી. દરમિયાન વનવિભાગે શકમંદ તરીકે ઝડપેલા 12 બંગાળી મજુરોને જયુડીશીયલ કસ્ટડીમાં મોકલી અપાયા છે.

દરમિયાન શનિવારે ગ્રામજનોઅે હાલમાં જેમને આ તપાસમાંથી હાંકી કઢાયેલા આરએફઅો કુરેશીને છાવણી પર બોલાવી અેફએસએલરિપોર્ટ કયારે મળશે તે અંગે પુચ્છા કરી હતી. તો ઉપરથી ગોળ ગોળ જવાબ મળ્યા હતા. ત્યારે એફએસએલ રિપોર્ટ જાહેર કરવામાં કરાતો અકારણ વિલંબ પણ સ્થાનિક ગ્રામજનોને અકળાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...