રાપર તાલુકા પંચાયતમાં સમિતિઓની રચના કરાઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રાપરમાં યોજાયેલી તાલુકા પંચાયતની સામાન્ય સભામાં વિવિધ સમિતિઓની રચના કરાઇ હતી. જો કે, તેના ચેરમેન આગામી સમયમાં નક્કી થશે પણ તેના નામ મુદ્દે ગજગ્રાહ જોવા મળ્યો હતો.

તાલુકા પંચાયત પ્રમુખ હરખીબેન વાઘણી, ઉપપ્રમુખ હમીરસિંહ સોઢા અને તાલુકા વિકાસ અધિકારી એચ.ડી.પરમારના અધયક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં કારોબારી સમિતિમાં અગાઉના 9 નામો પર સંમતિ સધાઇ હતી જ્યારે ન્યાય સમિતિમાં 5 સભ્યોને સમાવાયા હતા. પૂર્વ પ્રમુખ જયદીપસિંહે ટેકો જાહેર કર્યો હતો.

સભામાં પાણીનો મુદ્દો ઉછળ્યો હતો જેમાં ગામડાઓમાં પુરતું પાણી નથી પહોંચતું અને પાણી પુરવઠા અધિકારી ફોન નથી ઉપાડતા અને ઉપાડે તો યોગ્ય જવાબ નથી આપતાં તેવી રજુઆત ખુદ રાપર તાલુકા પંચાયત પ્રમુખ અને શાસક પક્ષ અને વિપક્ષ નાં દરેક સભ્યો એ એકી સાથે કરી હતી. કારોબારી ચેરમેન અને ન્યાય સમિતિના ચેરમેનની વરણીને લઈને થોડો ગજગ્રાહ જોવા મળ્યો હતો અને આગામી સમયમાં તે ઉગ્ર રૂપ ધારણ કરે તેવાં એંધાણ મળ્યાં હતાં. જો કે, અંતિમ નામ 20 જુલાઇની આસપાસ જાહેર થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું. રાજુભા જાડેજા,જેરામ સોનારા, બબીબેન સોલંકી, તાલુકા વિસ્તરણ અધિકારી.કે. ડી.નાંડોદા, કિરીટ સિંહ જાડેજા, શંકરદાન ગઢવી, વિરોધ પક્ષના નેતા ભાવનાબેન ઠાકોર, ગાભાભાઈ ગોહિલ, કમલસિંહ સોઢા, મોહન બારડ, અનોપસિંહ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...