તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આડેસર પોલીસે 12 ભેંસોને કતલખાને જતી બચાવી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગાંધીધામ | રાપર તાલુકાના આડેસરની ચેકપોસ્ટ પાસે પોલીસ ચેકીંગ દરમીયાન એક ટ્રકમાં કતલખાને લઇ જવાતી 11 ભેંસ અને 1 પાડાને આડેસર પોલીસે બચાવી લીધી હતી, વાહનોના ચૈકીંગ કરી રહેલી પોલીસને જોઇ આ ટ્રકનો ચાલક ટ્રક મુકી નાસી જતાં આ મામલો પ્રકાશમા઼ આવ્યો હતો. આડેસર પોલીસ મથકના પીએસઆઇ બી.જે. પરમારે

... અનુસંધાન પાના નં.6વિગતો આપતાં જણાવ્યું હતું કે, અમારી ટીમ વહેલી પરોઢે આડેસર પોલીસ ચેકપોસ્ટ પાસે વાહન ચેકી઼ગ કરી રહ્યા હતા ત્યારે ટ્રક નંબર જીજે-12- એડબલ્યુ- 0834 નો ચાલક પોતાની ટ્રક મુકીને નાસી ગયો હતો જેમાં 11 ભેંસ અને 1 પાડો મળી 12 અબોલ જીવોને કતલખાને લઇ જવાતો હોવાનું જણાતાં ટ્રક સહીત રૂ.6,60,000 નો મુદ્દામાલ કબજે કરી નાસી ગયેલા ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો હતો.હવે ટ્રક ચાલક પકડાયા બાદ આ અબોલ જીવો ક્યાંથી લઇ અવાતો હતો અને ક્યાં લઇ જવાતો હતો તેની હકીકત બહાર આવે હાલ આ 12 અબોલ જીવોને પાંજરાપોળ મુકી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...