Divya Bhaskar

Home » Kutchh » Rapar » Rapar - રાપરમાં મુસ્લિમ સમાજના છાત્રો સન્માનાયા

રાપરમાં મુસ્લિમ સમાજના છાત્રો સન્માનાયા

Divyabhaskar.com | Updated - Sep 17, 2018, 03:11 AM

રાપરમાં બાગે રહેમત યુવા વિકાસ ટ્રસ્ટ-વાગડ દ્વારા તાલુકાના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ...

  • Rapar - રાપરમાં મુસ્લિમ સમાજના છાત્રો સન્માનાયા
    રાપરમાં બાગે રહેમત યુવા વિકાસ ટ્રસ્ટ-વાગડ દ્વારા તાલુકાના મુસ્લિમ સમાજના તેજસ્વી તારલાઓના સન્માનનો કાર્યક્રમ તાજેતરમાં યોજાઇ ગયો જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

    અતિથિ વિશેષ પદે ઉપસ્થિત રહેલા રિટાયર્ડ જનરલ ઓફ પોલીસ એ.આઈ. સૈયદ, જિલ્લા પંચાયત પ્રમુખ લક્ષ્મણસિંહ સોઢા, પ્રો. મોહંમદઅલી કાદરી, બાબુભાઇ મેઘજી શાહ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર, જરગેલાભાઇ, સંત ત્રિકાલદાસજી મહારાજ, કચ્છ યુનિવર્સિટીના વીસી ડૉ. સી.બી. જાડેજા, ડૉ. રમજાન હસનીયા સહિતના અગ્રણીઓએ કચ્છની કોમી એકતાને દિલથી સલામ કરી તેને ટકાવી રાખવા અપીલ કરી હતી. અગ્રણીઓએ કન્યા શિક્ષણ ઉપર ભાર મુકવા આહ્વાન કર્યું હતું. કાર્યક્રમમાં તાલુકાના મુસ્લિમ સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરાયું હતું. ટ્રસ્ટ પ્રમુખ સૈયદ અનવરસાબાપુનું વિશેષ સન્માન કરાયું હતું અને સંસ્થાને 50 હજારનો ચેક સંજરી ગ્રુપના પ્રમુખ સૈયદ કાસમશા બાપુ દ્વારા અર્પણ કરાયો હતો. આ પ્રસંગે રાપર પીઆઈ આર.એલ. રાઠોડ, પીએસઆઈ પી.એસ. નાંદોલિયા, હમીરજી સોઢા, હારુન હિંગોરજા, નંદાસર સરપંચ ચાંદાજી સમા ઉપરાંત પાલિકાના પદાધિકારીઓ સહિતના અગ્રણીઓ, વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending