નખત્રાણા તાલુકાના ઘાસડેપોમાં જથ્થો વધારવા માંગણી કરાઇ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આ વખતે ચોમાસું પાછું ઠેલાતું જાય છે એવી સ્થિતિમાં માલધારીઓની હાલત વધુ કફોડી થઇ ગઇ હોવાથી તંત્ર દ્વારા તેમની સહાયતા અર્થે વહેલીતકે પીવાના પાણી અને ઘાસના જથ્થાની પૂરવણી કરાય તેવી માંગ નખત્રાણા તાલુકાના માલધારીઓએ મામલતદાર સમક્ષ કરી હતી.

રજૂઆતમાં જણાવાયા મુજબ વરસાદ ખેંચાતાં પાણી અને ચારાના અભાવે પશુધન મોતના મુખમાં ધકેલાઇ રહ્યું છે. આ સમસ્યાને ધ્યાને લઇને તાલુકાના ફૂલાય, છારી, મોતીપુર, વેડહાર મોટી, અજોરીયાવાંઢ, છારીઢંઢ સહિતના માલધારીઓએ મામલતદારને રજૂઆત કરી હતી કે તાલુકામાં ઓરીડા ખાતે ઘાસડેપો કાર્યરત કરાયો છે જ્યાંથી વિતરણ કરાય છે પણ હજી જથ્થો વધારવાની આવશ્યકતા છે.વહેલીતકે આ જથ્થો વધે તો પશુધનને પૂરતો થાય અને નહીંતર માલધારીઓને હિજરત કરવાનો વારો આવે તેવી સ્થાનિકોએ લાગણી વ્યક્ત કરી હતી. મામલતદારેપ્રતિભાવમાં 4 ઘાસડેપો કાર્યરત કરાયા હોવાનું જિલ્લાકક્ષાએથી વધુ જથ્થાની માંગ કરાઇ હોવાનું જણાવ્યું હતું.

માલધારીઓની મામલતદારને રજૂઆત : હિજરતની આશંકા
અન્ય સમાચારો પણ છે...