નખત્રાણા બસ સ્ટેશનમાં મહિલા શૌચાલય આગળ દીવાલ જરૂરી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણાના બસ સ્ટેશનના લોકાર્પણ વેળાએ મુખ્યમંત્રીએ અધૂરાશો દૂર કરવાની ખાતરી આપી હતી પણ તેનું અમલીકરણ ન થયું હોય તેમ મહિલાઓના શૌચાલયની આગળ દીવાલ ન બનતાં કેટલીક વાર બહેનો ક્ષોભમાં મુકાય છે.

બસ સ્ટેશનના ઉદ્દઘાટન સમયે કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ પણ કેટલીક અધૂરાશો છે તેને દૂર કરાશે તેમ જણાવ્યું હતું. આ વાતને 3 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. ખાસ તો બહેનોના શૌચાલયની આગળ દીવાલ ન બનાવાતાં મુશ્કેલી પેદા થાય છે. આ બાબતે સંબંધિતો દ્વારા તાકીદે યોગ્ય કાર્યવાહી કરાય તેવું પ્રવાસી વર્ગ ઇચ્છી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...