ખેરપૂરના રબારી યુવકના હત્યારાઓને કડક સજા કરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ખેરપૂરના યુવા અને સાચા ગૌ સેવક સ્વ. રાજુભાઇ રબારીની કસાઇ દ્વારા કરવામાં આવેલી હત્યા બાદ કચ્છમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા હતા અને સમગ્ર હિન્દુ સમાજમાં શોકની લાગણી ફેલાઇ હતી, ત્યારે નખત્રાણામાં માલધારી યુવા સંગઠન, વીએચપી, બજરંગ દળ, ગૌ રક્ષા દળ તથા કાર્યકરોએ વિશાળ રેલી કાઢી નખત્રાણા પ્રાંત કચેરીએ આપ્યું આવેદન પત્ર આપી વિરોધ કરવામાં આવ્યો હતો.

આવેદન પત્રમાં કરાયેલી રજૂઆત મુજબ નખત્રાણા રબારી સમાજના પ્રમુખ મંગલ રબારી, વીએપીના પ્રમુખ ઇન્દ્રસિંહ જાડેજા, બજરંગ દળના પ્રમુખ અનિલ રબારી, ગૌરક્ષા દળના જશવંત ગોસ્વામી, ધનસુખ ઠક્કર, મહાવીરસિંહ સોઢા, પ. કચ્છ વીએચપીના ચેતન રાવલ, જયેશ રબારી, ખેંગારભાઇ રબારી, સીતાબેન રબારી, દેવાભાઇ રબારી સહિતના આગેવનો આ રેલીમાં જોડાયા હતા.

અન્ય સમાચારો પણ છે...