ભુજ ખાતે યોજાયેલા બ્લડ કેમ્પમાં 9100 સીસી રક્ત એકત્ર થયું

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ભુજ ખાતે સરકાર દ્વારા ચલાવતા પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર તથા રોટરી ક્લબ ઓફ મિડટાઉન ભુજ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું, જેમાં 9100 સીસી રકત એકત્ર થયું હતું. આ કેમ્પને કેન્દ્રના રાકેશ પટેલ અને રોટરી ક્લબના પ્રમુખ જિનલ છાયાએ દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂક્યો હતો.

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્રના મેનેજર રાકેશ પટેલે કૌશલ કેન્દ્રમાં અપાતી તાલીમ અંગ માહિતગાર કરાયા હતા. ઉપરાંત બેરોજગારો માટે આ કેન્દ્રમાં 5 પ્રકારની તાલીમ આપવામાં આવે છે અને તાલીમ પૂર્ણ થયા બાદ નોકરીની ઉત્તમ તક મળે છે. સિલાઇ મશિન ઓપરેટર, હેન્ડ એમ્બ્રોડરી, સોલાર પેનલ ઇન્સ્ટોલેશન ટેક્નિશિયન પ્લમ્બર જનરલ, મેશન જનરલ વગેરેની તાલીમ આપવામાં આવે છે. આ કાર્યક્રમમાં જનરલ હોસ્પિટલના ડો. દિપ સોમપુરા, ડો. ક્રિનાલી રાવલે સહયોગ આપ્યો હતો.

ભુજ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ઉદય કંસારા, યક્ષ ત્રિપાઠી, અનિલ ધુવા, ઉર્વિ રાજગોર, દુલારી આડલપરા, સાગર બુદ્ધભટ્ટી, જીગર રાઠોડ, દાનસિંહ, ભગુ ચાડ સહિતના આગેવાનોએ કેમ્પને સફળ બનાવવા જહેમત ઉપાડી હતી.

અન્ય સમાચારો પણ છે...