તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પલીવાડ-દેવીસરમાં 17500ના મુદ્દામાલ સાથે 11 ખેલી પકડાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના પલીવાડ અને દેવીસર ગામે પોલીસે કરેલી અલગ અલગ કાર્યવાહી દરમિયાન જુગાર રમતા 11 ખેલી 17500 રૂપિયાના મુદ્દામાલ સાથે પકડાયા હતા.

પલીવાડમાં તીનપતીનો જુગાર રમતા 4 શખસોને નખત્રાણા પોલીસે પકડી પાડી તમામ વિરુધ્ધ જુગારધારાની કલમ તળે ગુનો નોંધી આગળની તપાસનો દોર હાથ પર લીધો હતો. પોલીસે પેટ્રોલીંગ દરમિયાન રવિવારે મોડી સાંજે આ જુગારીઓને ઝડપ્યા હતા. પલીવાડ ગામના બસ સ્ટેશનની બાજુના ખુલ્લા પટમાં જુગાર રમતા ઝડપાયેલા કરશનવન ગોસ્વામી, અલીભાઇ જત, ભાવેશ ચારણ અને ચેતનપુરી ગોસ્વામી પાસેથી પોલીસે 4500ની રોકડ સહિતનો મુદામાલ ઝડપ્યો હતો. તાલુકાના દેવીસર ગામે પણ પોલીસે જુગારીઓ પર ધોંસ બોલાવીને ગામમાં પાણીના ટાંકા પાસે ધાણી પાસાનું જુગટું રમી રહેલા 7 ખેલીઓને પકડ પાડ્યા હતા. મગન નાનજી, બાબુ બેચર જેપાર, ગગુભા ગોપાલજી જાડેજા, કાનજી ગોવા પાયણ, દેવજી (દિનેશ) અરજણ મારવાડા, કાંતિ ખજૂર મારવાડા, રમેશ જીવરાજ મારવાડાને 10,050 રૂપિયાની રોકડ અને 3 હજાર રૂપિયાના 6 મોબાઇલ ફોન મળીને કુલ્લ 13,050ના મુદ્દામાલ સાથે પકડી પાડ્યા હતા. એએસઆઇ રૂદ્રસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કરાયેલી આ કામગીરીમાં પોલીસ કોન્સ્ટેબલ કાનાભાઇ રબારી સાથે રહ્યા હતા.

પોલીસની આ કાર્યવાહીને પગલે નખત્રાણાના ગ્રામ્ય પંથકોમાં ફફડાટ ફેલાયો હોવાનું જાણવા મળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...