તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Nakhatrana
  • Nakhatrana વિથોણમા બીમારીથી ત્રસ્ત યુવતીએ વધુ પડતી ગોળીઓ ખાઇ લેતાં મોત

વિથોણમા બીમારીથી ત્રસ્ત યુવતીએ વધુ પડતી ગોળીઓ ખાઇ લેતાં મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
નખત્રાણા તાલુકાના વિથોણ ગામે રહેતી 22 વર્ષીય યુવતીને પેટમાં સખત પીડા થતી હોઇ વધુ પ્રમાણમાં ગોળીઓ ખાઇ લેતાં તેને સારવાર માટે નખત્રાણા સીએચસીમાં ખસેડાતાં જ્યા સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો.

વિથોણ ગામે રહેતી મોહીની નરશીભાઇ પરમાર નામની યુવતીએ ગુરૂવારે સવારે દશ વાગ્યાના અરસમાં પોતાના ઘરે પેટમાં દખાવો થતો હોઇ વધારે પ્રમાણેમાં ગોળીઓ ખાઇ લીધી હતી. જેને કારણે ગંભીર અસર થતાં સારવાર માટે નખત્રાણા સરકારી દવાખાનામાં ખસેડાઇ હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું પ્રાણ પંખેરૂ ઉઠી ગયું હતું. જુવાનજોગ અપરણિત પુત્રીનું મોત થતાં તેના પરિવારજનોમાં ગમગની છવાઇ ગઇ હતી. નખત્રાણા પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...