Divya Bhaskar

Home » Kutchh » Nakatrana » Nakhatrana - તલ, લૈયારી અને ફુલાયમાં કોલસાની ભઠ્ઠી પકડાઇ

તલ, લૈયારી અને ફુલાયમાં કોલસાની ભઠ્ઠી પકડાઇ

Divyabhaskar.com | Updated - Sep 16, 2018, 03:06 AM

વન વિભાગે કરેલી કાર્યવાહીથી alt145કાળા કરોબારીઓalt146માં ફફડાટ

  • Nakhatrana - તલ, લૈયારી અને ફુલાયમાં કોલસાની ભઠ્ઠી પકડાઇ
    નખત્રાણા તાલુકાના તલ, લૈયારી અને ફુલાયમાં ગેરકાયદે કોલસો પકવાતો હોવાની બાતમી મળતાં વન વિભાગે ધાક બેસાડતી કાર્યવાહી કરીને 40 બોરી કોલસો પકડી પાડ્યો હતો અને તેની ભઠ્ઠીનો નાસ કરાયો હતો. આ ગામોની સીમમાં લીલી ઝાડીનો સોથ વાળીને ગેરકાયદે કોલસો પકવાતો હોવાની માહિતી આરએફઓ ડી. આઇ. જતને મળતાં તેઓ સ્ટાફ સાથે સ્થળ પર પહોંચ્યા હતા અને ઓઢા હાસમ કોલીના કબજામાંથી કોલસાની 40 બોરી, ભઠ્ઠીના સાધનો તેમજ લાકડા કબજે કર્યા હતા. આ ઉપરાંત ગેરકાયદે ભઠ્ઠી નષ્ટ કરાઇ હતી. અલ. બી. ભરવાડ, વન રક્ષક ડી. એન. વાઘેલા તેમજ વન વિભાગના કર્મચારીઓ આ કામગીરીમાં સાથે રહ્ય હતા.

    વન વિભાગે કરેલી આ કાર્યવાહીથી કોલસાનો ગેરકાયદે કારોબાર કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From Kutchh

Trending