તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મંગરા ગામમાં કરંટ લાગતાં યુવાનનું મોત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રા-તાલુકાના મંગરા સ્થિત વાડી વિસ્તારમાં ઇલેક્ટ્રીક શોટ લાગવાથી ખેત મજૂરી કરતા યુવાનનું મોત થતા ગમગીની ફેલાઈ હતી. કોસ્ટલ પોલીસ મથક મુન્દ્રાથી પ્રાપ્ત અહેવાલ મુજબ અકસ્માત મોતનો બનાવ ગુરૂવારે સવારે 11.00 વાગ્યાના અરસામાં મગરાં વાડી વિસ્તારમાં આશરીયા ખીમરાજ રવિયાની વાડી પર બન્યો હતો. મુળ ઉપડીયા જિલ્લો પાટણ હાલ મુન્દ્રાના મહેશનગરમાં રહેતા હેમાજી ગોંડાજી ઠાકોર (ઉ.વ.36)વાડીમાં ક્યારામાં પાણી વારતો હતો.

દરમિયાન તેને તરસ લાગતાં કુવા પર પાણી પીવા ગયો હતો. જ્યા શરતચૂકથી ઇલેકટ્રીક મોટરના જીવતો વાયર અડી જતાં તેને ઇલેક્ટ્રીક કરંટ લાગ્યો હતો.

તાત્કાલિક મહેશને ગંભીર હાલતમાં સારવાર અર્થે સામુહિક આરોગ્ય કેન્દ્ર મધ્યે ખસેડાતાં જ્યા સારવાર મળે તે પૂર્વે માર્ગ પર જ દમ તોડ્યો હતો. બનાવને પગલે મરીન પોલીસ મુન્દ્રાએ અકસ્માત નો ગુનો નોંધી ઘટના અંગે ની તપાસ હાથ ધરી હતી.

ક્રાઇમ રિપોર્ટર.મુન્દ્રા

અન્ય સમાચારો પણ છે...