• Gujarati News
  • Local
  • Gujarat
  • Bhuj
  • Mundra
  • મુન્દ્રામાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે જનજાગૃતિ રેલી નીકળી

મુન્દ્રામાં વિશ્વ વસ્તી દિન નિમિત્તે જનજાગૃતિ રેલી નીકળી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મુન્દ્રાના લોકોને વસ્તી વિશેની સાચી સમજ અને યોગ્ય દિશા મળે તે શુભ આશયથી આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલીત પીટીસી કોલેજ તથા તાલુકા હેલ્થ કચેરી દ્વારા વિશાળ રેલીનું આયોજન કરાયું હતું.

રેલીમાં કોલેજની ભાવિ શિક્ષિકાઓ, આરોગ્ય કર્મચારીઓ, આશા બહેનો તથા પોલીસ જવાનો જોડાયા હતા. સૂત્રો અને બેનરો સાથે શિસ્તબદ્ધપણે નીકળેલી રેલી નગરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને લોકોમાં જાગૃતિ આણી હતી. રેલીને આર.ડી. એજ્યુકેશન ટ્રસ્ટ વ્યવસ્થાપક સમિતિના અધ્યક્ષ ધર્મેન્દ્ર જેસર, મુન્દ્રા પીએસઆઈ ટી.એચ. પરમાર, મેડિકલ ઓફિસર ક્રિષ્નાબેન ઢોલરીયા તથા કોલેજ આચાર્ય રમણ ચાવડાએ લીલી ઝંડી આપી હતી.

સંકલન અધ્યાપક રાજેન્દ્ર કુબાવત અને હેલ્થ સુપરવાઈઝર પ્રકાશ ઠક્કરે કર્યું હતું.

આરોગ્ય, પોલીસ અને PTC કોલેજનું સંયુક્ત આયોજન
અન્ય સમાચારો પણ છે...