તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિની બેઠક
જિલ્લા નાગરિક પુરવઠા અને ગ્રાહક સુરક્ષા સલાહકાર સમિતિ તેમજ પંડિત દિન દયાલ ગ્રાહક ભંડાર માટેની જિલ્લા તકેદારી સમિતિની બેઠક તા.૩૦મી જુન-જિલ્લા સંકલન ફરિયાદ સમિતિની બેઠક પૂર્ણ થયા બાદ કલેકટર કચેરી, કોન્ફરન્સ હોલ મધ્યે રાખવામાં આવી છે.

મહિલા આયોગના અધ્યક્ષા કચ્છના પ્રવાસે
ગુજરાત રાજય મહિલા આયોગના અધ્યક્ષા લીલાબેન અંકોલીયા બે દિવસના કચ્છના પ્રવાસે આવી રહયા છે. તેઓ તા.૨૮મીએ બપોરે 3 કલાકે મુન્દ્રા પોર્ટ ખાતે વીઝીટ લેશે. તા.૨૯મીએ સવારે ૧૦ કલાકે ટાઉનહોલ, ભુજ મધ્યે મહિલા, કાયદાકીય જાગૃતિ શિબિર કાર્યક્રમમાં ભાગ લેશે.

સિનિયર સિટીઝન કાઉન્સિલ-કચ્છ
સામાન્ય સભા તા.30/6ના જુના બસ સ્ટેશન સામે આવેલ સહયોગ હોલ સવારે 9 કલાકે યોજાશે. સંસ્થાના સભ્યોએ હાજર રહેવું.

ગાંધીધામ : લોહાણા મહાજન શિક્ષણ સમિતિ
જ્ઞાતિના વિદ્યાર્થીઓને આગામી સરસ્વતી સન્માન સમારંહ માટેના ફોર્મ મેળવી તા.5/7 સુધી શહેરની જુની મહાજનવાડી તથા નુતન મહાજનવાડી, ભારતનગર ખાતે આપી જવી.

ગાંધીધામમાં નિ:શુલ્ક બાળમનોરોગ નિદાન કેમ્પ
કિલ્લોલ હોસ્પિટલ દ્વારા નિ:શુલ્ક બોલવામાં ખામી, ઓટીઝમ તથા બાળમનોરોગોના નિદાન કેમ્પ તા.1/7ના સવારે 9થી 12 દરમિયાન કિલ્લોલ હોસ્પિટલ, કચ્છ કલા પાસે, ગાંધીધામ ખાતે યોજાશે. ડો.ગૌરાંગ જોષી પોતાની સેવા આપશે. વધુ માહિતી માટે મો.94271 82209.

લોહાણા સમાજ-આદિપુર
વિસ્તારના ઓછી આવક ધરાવતા જ્ઞાતિજન માટે અમૃત યોજનાના મેડિકલ કાર્ડ, મેળવવાની ઇચ્છા ધરાવનારે રાશનકાર્ડ, ચૂ઼ટણીકાર્ડ, આધારકાર્ડની કોપી, બે ફોટા સાથે મહાજનવાડીમાં તા.30/6ના સાંજે 5થી 8 તથા તા.1/7ના સવારે 10થી 1 સાંજે 5થી 8 દરમિયાન હાજર રહેવું. વધુ માહિતી માટે સંપર્ક મો.98791 09858.

ગાયત્રી શક્તિપીઠ-માધાપર
તા.1/7ના સવારે 7:30 કલાકે સંસ્કાર સહિત ગાયત્રી યજ્ઞ તથા 9થી 10:30 નિ:શુલ્ક હોમિયોપેથીક નિદાન સારવાર કેમ્પ, જેમાં આરતી ગૌસ્વામી સેવા આપશે ઉપરાંત તા.2/7ના સાંજે 6 કલાકે ગાયત્રી મંત્ર જાપ ગાયત્રી શક્તિપીઠ, માધાપર ખાતે.

અન્ય સમાચારો પણ છે...