તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હિંદુ મુસ્લિમમાં મરણ પ્રસંગે લાઉડ સ્પીકર બંધની પ્રથા તૂટતા મારામારી

હિંદુ-મુસ્લિમમાં મરણ પ્રસંગે લાઉડ સ્પીકર બંધની પ્રથા તૂટતા મારામારી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
માંડવી તાલુકાના કાઠડા ગામના હિંદુ-મુસ્લિમના સમાજમાં મરણ થાય તો લાઉડ સ્પીકર નહીં વગાડવાની લાંબા સમયથી ચાલી આવતી પ્રથાનો ભંગ થઇને સોમવારે મસ્જિદમાં લાઉડ સ્પીકર બંધ કરવા બાબતે વાતચીત બાદ બોલાચાલી અને બાદમાં મારામારી થતાં પોલીસ બંદોબસ્ત ગોઠવાઈને શાંતિનો માહોલ બનાવાયો હતો જોકે બીજા દિવસે બંને જૂથ દ્વારા સામસામે ફરિયાદ નોંધાવતા બકરી ઇદનો તહેવાર હોવાથી પોલીસે સતર્કતા દાખવી હતી.

ગામમાં બંને કોમ વચ્ચે પ્રથમ વખત અણબનાવ બનવા પાછળ ગઢવી સમાજમાં એક દિવસ પહેલાનો મરણનો બનાવ બનતાં મસ્જીદમાં લાઉડ સ્પીકર વાગતાં એ બાબતે વર્ષોથી ચાલી આવતી પ્રથા મુજબ હિંદુ-મુસ્લિમ સમૂદાયમાં મરણ થાય તો બંને સમાજના લોકો લાઉડ સ્પીકર બંધ રાખતા હોવા છતાં વગાડવામાં આવતા આ બાબતે બન્ને સમૂદાય વચ્ચે બોલાચાલી બાદ મારામારી થતા બંને જૂથના લોકોને નાની-મોટી ઈજા થવા પામી હતી.

ઘટના પારખીને રાત્રીના દસ વાગ્યે પોલીસનો કાફલો પહોંચી ગયો હતો અને પરિસ્થિતિ સુધારવામાં મહેનત કરી હતી. રાત્રિના બંને સમાજના અગ્રણીઓ વચ્ચે સમાધાન થયા બાદ મંગળવારે સવારના સામ સામે ફરિયાદ નોંધાવા પામી હતી, જેમા આરોપી તરીકે જગો ગઢવી, ધ્રુવ આથા ગઢવી, હરદાસ ગઢવી, રતન ગઢવી, પુનશી શિવરાજ ગઢવી સહિત અન્ય ટોળાની સામે મુબારક વાઘેરે ફરિયાદ કરી હતી. જ્યારે સામા પક્ષે હરદાસ ગઢવીએ મુબારક હુસેન વાઘેર, હુશેન ઇશાક વાઘેર, હારૂન વાઘેર, ઇસ્માલ હુશેન વાઘેર, ઉમર હુશેન વાઘેર, ગની હુશેન વાઘેર, હારૂન વાઘેરને આરોપી દર્શાવીને મારા મારીની ફરિયાદ કરી હતી.

સાડાઉના કાદરશા બાવા સામે PI ગામીત બન્યા ફરિયાદી
કાઠડા ગામમાં વાઘેર સમાજ અને ગઢવી સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવાના ઇરાદાની ભાષા વાપરીને ઓડિયો ક્લિપના માધ્યમથી ઉસ્કેરાટ ફેલાવવા માટે મુસ્લિમોને એકઠા થવા માટે વોટસએપ ગ્રૂપમાં કાદરશા આદમશા બાવા (સાડાઉ તાલુકો મુન્દ્રા) સામે પીઆઈ એમ.આર.ગામીતે જાતે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...