• Home
  • Kutchh
  • Mandavi
  • માંડવી સુધરાઇના રોજમદારોનો આડેધડ પીએફ કાપવા સામે વિરોધ

માંડવી સુધરાઇના રોજમદારોનો આડેધડ પીએફ કાપવા સામે વિરોધ

માંડવી સુધરાઇના રોજમદાર કર્મચારીઓના પગારમાંથી આડેધડ પીએફની રકમ કાપી લેવાતી હોવાની રાવ સાથે તેમણે ઇન્ટરનલ...

DivyaBhaskar News Network | Updated - Aug 10, 2018, 03:15 AM
માંડવી સુધરાઇના રોજમદારોનો આડેધડ પીએફ કાપવા સામે વિરોધ
માંડવી સુધરાઇના રોજમદાર કર્મચારીઓના પગારમાંથી આડેધડ પીએફની રકમ કાપી લેવાતી હોવાની રાવ સાથે તેમણે ઇન્ટરનલ ઓડિટરને અાવદેન આપી રજૂઆત કરી હતી.

આવેદનમાં જણાવાયા મુજબ કામદારોના પગારમાંથી 3થી 4 હજાર જેટલી રકમ પીએફના નામે કાપી લેવાય છે અને તેની રસીદ પણ અપાતી નથી. સામાન્ય રીતે નિયમ મુજબ 10 ટકા સુધીની રકમ કપાતી હોય છે તેને બદલે આડેધડ કપાતને લીધે કામદારોના હાથમાં માત્ર 7 હજાર જેટલી મામૂલી રકમ આવતી હોવાથી આ કાળઝાળ મોંઘવારીમાં પરિવારનો ખર્ચો ચલાવવો ભારી પડી જાય છે. ઇન્ટરનલ ઓડિટર ચેતન જોષીને અપાયેલાં આવેદનમાં વહેલીતકે શોષણ બંધ કરી નિયમ મુજબનું પીએફ કાપવા અરજ કરાઇ છે.

X
માંડવી સુધરાઇના રોજમદારોનો આડેધડ પીએફ કાપવા સામે વિરોધ
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App